પ્રકરણ-૩ : એકાંત (મુંજવણ)
દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
હજારો
વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ
નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન
શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ
હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ
હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં
પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે
અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી
તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ
મેળવ્યું.
આધુનીકરણ
અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ
મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને
ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ
સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી
રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો
માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી
આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે
અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ
વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
14
વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ
માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.
“તારી વાત મને સમજાય ગઈ કે તે તારો પીછો કેમ કરતાં હતાં પરંતુ મને હજી સુધી એ નથી સમજાયું કે તે લોકો મારી પાછળ કેમ પડ્યા હતાં? મેં તેનું શું બગાડ્યું ? હું તો વિક્રમ ને પણ નથી ઓળખતો અને સવારે તારો ઝગડો થયો ત્યારે હું કૉલેજ હતો. અને તું મહાદેવ ના મંદિરે કઈ રીતે પહોંચ્યો? મારે બધું જાણવું છે. મેં તને ક્યારેય આ પ્રકારે ઘભરાયેલો નથી જોયો. જે વરુણ અજાણ્યા વ્યક્તિ માટે ગુંડાઓ સાથે લડી ને પોલીસ ની મદદ લઇ પરીક્ષા ખંડ પર સમયસર પહોંચી શકે તે વરુણ ઘરે જવાને બદલે મહાદેવના મંદિરે જાય તે વાત મારા ગળે નથી ઉતરતી આમ ગોળ ગોળ ઘુમાવવાનું બંધ કર મને બધી વાત કર તે વિક્રમ ને હોસ્પિટલમાં પહોંચાડવા રીક્ષા કરી પણ તારું ઘર માત્ર થોડાં અંતરે હોવા છતાં તું ઘરે જવાને બદલે પોલીસ સ્ટેશનમાં ગયો? વરુણ મને તારી વાતમાં કાંઈ સમજાતું નથી.”
“ભાઈ શાંત થઈને મને બોલવાનો મોકો આપે તો હું બોલું! મેં ત્યાં જે કર્યું તે માત્ર વિક્રમ ને બચાવવા કર્યું અને કૉલેજ માં જે કર્યું તે તને બચાવવા માટે કર્યું. પોલીસ ઇન્સપેક્ટર મારા ઘરે બધી વાત જણાવીને આવ્યા હતાં જો હું સીધો ઘરે ગયો હોત તો તે લોકો ને મારા ઘરનું સરનામું ખબર પડી જાય, મેં તને એટલા માટે માર્યો કે તું મારાથી દૂર થઈ ને તારા ઘરે પહોંચ અને હું સાંજ સુધી મહાદેવના મંદિરે બેસીને રાત્રે અહીં તારા ઘરે આવું પરંતુ તે મારી યોજનાને નિષ્ફળ કરી તું જ્યારે કોલેજ થી મારી પાછળ આવ્યો ત્યારે કાલી ગઠયાનો ભાઈ કોલેજ તરફ મને શોધવા જતો હતો, મેં તેને જોયો અને ત્યારે તું મારી પાછળ આવતો હતો, કાલી ના ભાઈને ખબર છે કે હું અને તું બંને ખાસ મિત્રો છીએ. તેણે તને જોયા પછી તે તારો પીછો કરતો કરતો મારાં ઘર પાસે અને પછી મહાદેવના મંદિર સુધી પહોંચ્યો.” વરુણ ની વાત કાપતા જયુ વચ્ચે બોલ્યો
“ઓહ! તો મંદિરે જેને માર્યો તે કાલી ગઠિયા નો ભાઈ હતો?”
“હા”
“તો આપણે તેને માર્યો? શુ વાત કરે છો? એતો એક નંબરનો ગુંડો છે. તને તો ઠીક હવે મને પણ નહી છોડે.”
જયુ ડરથી ધ્રુજવા લાગ્યો. કેમ કે જે કાલી ગઠિયા ની વાત છે તે કાલી પર એક હત્યા અને અનેક લૂંટ સહિતના ઘણા ગુનાઓ હતાં બીજી તરફ જયુ જેના માતા પિતા વરુણ સાથે મિત્રતા પણ તોડવાનું કહેતા અને આજે વરુણ એક કાંડ કરીને આવ્યો. જુના મિત્રને છોડી પણ નહીં શકે કે આવા ગુંડાઓ સાથે લડી પણ નહીં શકે. વરુણ પર ગુસ્સે થતાં જયુ બાબડયો.
“તું લોકોની મદદ કરવાના ચક્કરમાં એક દિવસ અટવાઈ જઈશ અને મને પણ ફસાવીશ. છોડ એ બધું એ લોકો આવે તો તું તેની માફી માંગી લેજે. જાન હે તો જહાન હે.”
“હું એટલું માનું છું કે આપણી તાકાત કે કમજોરી આપણે બંને જ છીએ, જો આપણે બંને સાથે હશું તો કોઈ આપણને હરાવી નહીં શકે. અને એક ડરેલો વ્યક્તિ જ બીજા ડરેલાનો ડર ભગાવે. અત્યારે આપણી બંનેની હાલત સમાન છે અત્યારે આપણા થી કશું થઈ શકે તેમ નથી ત્યારે લડવું અને ભેગા મળીને લડવું એ આપણી મજબૂરી છે. તારું શુ માનવું છે?”
જયુએ બધી વાત સાંભળીને દર વખતની જેમ એક સંસ્કૃત શ્લોક બોલ્યો.
“उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥
અર્થ: ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ સહાય કરે છે..
તારી બીજા માટેની લાગણી ને કારણે જ તને ઈન્સ્પેક્ટરે સહાય કરી પણ હવે મને જણાવ
આ વિક્રમ કોણ છે?
એ લોકો તેને કેમ મારતા હતાં?”
વરુણ બોલવાનું શરુ કરે તે પહેલા ખટ... ખટ... દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. જયુ અને વરુણ બંને મુંજાઈ ગયા. થોડી વાર પહેલા સિંહ બનેલા બંને સસલાઓ ભો માં ભરાઈ ગયા. દરવાજો કોણ ખોલશે?
બહાર કોણ હશે?
વરુણે હિંમત ભર્યું પગલું આગળ કર્યું અને તેનાથી બે કદમ આગળ વધી જયુએ દરવાજા ના એક નાનકડા છિદ્ર માંથી બહાર જોયું અને દરવાજા ની કડી ને હાથ લગાવ્યો ત્યાં બહારથી અવાજ આવ્યો.
“વરુણ મને ખબર છે તું અંદર છો. જલ્દી દરવાજો ખોલ.”
આગળ જતાં પગલાઓ અટક્યા અને જયુએ વરુણને છુપાઈ જવાનો ઈશારો કર્યો, વરુણ પડદા પાછળ છુપાઈ ગયો અને જયુએ દરવાજો કોઈ ધક્કાથી ન ખોલી નાખે તે માટે સાંકળ લગાવી અને કડીને ધીરે ધીરે ખોલી, દરવાજો થોડો ખોલી તેની તિરાડ માંથી નજર બહાર કાઢીને જોયું તો ફાટેલાં કપડાં પહેરીને એક વ્યક્તિ ઉભો હતો.
તેને જોઈને જયુને કોઈ ખતરો ન જણાયો. જયુ તેને અંદર લેવા માટે પૂરો દરવાજો ખોલવા જતો હતો તે વ્યક્તિએ આંખોથી દરવાજો ન ખોલવાનો ઈશારો કર્યો.
ઈશારો સમજી ને જયુ બોલ્યો “કોનું કામ છે? અહીંયા કોઈ વરુણ નામનો વ્યક્તિ નથી રહેતો. અને તમે કોણ છો આમ જોર જોરથી દરવાજા પીટો છો?”
સામે ઉભેલો વ્યક્તિ બોલ્યો “મારું નામ વિક્રમ છે, વરુણ આવે તો કહેજો કે વિક્રમ શોધે છે.” આટલું બોલીને વિક્રમ પાછું વળીને ચાલતો થયો.
વિક્રમ નામ સાંભળીને જયુ ચોકી ગયો અને દરવાજો ખોલી ને બોલ્યો “વિક્રમભાઈ ? ઉભા રહો બે મિનિટ. હું આવું છું?” બોલતાની સાથે જયુએ દરવાજો બંધ કર્યો અને વરુણ ને બારી પાસે જઈને તે વ્યક્તિ ને જોવા નો ઈશારો કર્યો.
વરુણ બારી થી જોઈને પુરી યોજના સમજી ગયો જયુના કાનમાં ધીમા અવાજે કહીને દરવાજો ખોલી બહાર નીકળ્યો અને વિક્રમ ને પણ કાંઈક ઈશારો કરીને સમજાવ્યો.
---XXX---
- શુ હતી વરુણ ની નવી યોજના?
- વરુણ જાળ ગૂંથતો હતો કે ફસાતો હતો?
- વિક્રમની હકીકત શુ છે?
વરુણ અને વિક્રમ ના ગયા પછી જયુ બબડયો.
શ્લોક:
अश्वं नैव गजं नैव, व्याघ्रं नैव च नैव च
अजापुत्रं बलिं दद्यात देवो दुर्बलघातकः
अजापुत्रं बलिं दद्यात देवो दुर्बलघातकः
અર્થ: ઘોડો નહીં, હાથી નહીં, વાઘ તો ક્યારેય નહીં ઘેટાં-બકરાની બલી ચડે, દેવતાઓ પણ દુર્બળ પર ઘાત કરે..
વધુ આવતાં અંકે…
-સાચો
૨૩-૦૪-૨૦૧૮
No comments:
Post a Comment