એક વાત..
મધમાખીઓ ને ક્યાં ખબર હતી કે રાણી ને બચાવવા માટે મધપૂડો વિખાઈ જશે..
વાદળોને ક્યાં ખબર હતી કે ટીપે ટીપે વરસી ખુદની ઓળખ ભુલી જશે..
નદીઓને ક્યાં ખબર હતી કે સાગર મિલનની ઘેલછા એ ખારી બની જશે..
હિમાલય ને ક્યાં ખબર હતી તેની ઉંચાઈ ને પણ કોઈ સર કરી જશે..
બસ એ કે હળીમળીને રહેજો દોસ્તો ક્યારેક ચપટી ધૂળની પણ જરૂર પડી જશે...
-સાચો©
૦૩-૦૨-૨૦૧૮
No comments:
Post a Comment