૧૪ વર્ષ અજ્ઞાતવાસ
પ્રસ્તાવના
દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય.
ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની
આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય
છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ
જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
હજારો
વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ
નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન
શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ
હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ
હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં
પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે
અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી
તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ
મેળવ્યું.
આધુનીકરણ
અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ
મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને
ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ
સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી
રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો
માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી
આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે
અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ
વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
14
વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ
માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
મારા બધાં બ્લોગ વાંચવા -સાચો
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
મારા બધાં બ્લોગ વાંચવા -સાચો
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.
પ્રકરણ -3 :
એકાંત (મુંજવણ)
પોલીસ સ્ટેશન માં
બેસેલા એક કોન્સ્ટેબલે વરુણને પગ થી માથા સુધી નીરખીને જોયો, નજીક આવવાનો ઈશારો
કરીને પોતાની મૂછો પર હાથ ફેરવવા લાગ્યો અને અંદર સાહેબ પાસે જવાનું કહ્યું. અંદર
બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે પહોચતા વરુણ બોલ્યો “ હું અંદર આવું સાહેબ?
મારું નામ વરુણ છે. હું અહી નજીક ના વિસ્તાર માં રહું છું. ઘણા સમય થી પોલીસ
સ્ટેશન નાં બોર્ડ પર વાચું છું કે પોલીસ તમારો મિત્ર છે. શું એ સાચું છે?”
ઈન્સ્પેક્ટરે આવા નિર્દોષ સવાલનો જવાબ માત્ર એક હા કહી ને આપ્યો. વરુણે ફરી થી
સવાલોની બંધુક ચલાવી આપ અહી અમારી મુંજવણ દુર કરવા માટે બેઠા છો?” ઈન્સ્પેક્ટરે
ફરી જવાબ આપ્યો “હા, અમે અહિયાં જનતાની તકલીફો દુર કરવા બેઠા છીએ, તારે કોઈ
તકલીફ હોય તો બોલ સમાધાન થઇ જશે.” વરુણ બોલ્યો “તમે રિશ્વત લઈને તો કામ નથી કરતા
ને?” ઇન્સ્પેક્ટર પોતાની જગ્યાએ ઉભો થઈને ગુસ્સામાં બોલ્યો “તારે કામ શું છે એ
જણાવ હું તારી બકવાસ સાંભળવા નથી બેઠો.”
ઇન્સ્પેક્ટર ના ગુસ્સાથી ગભરાયા વગર વરુણ બોલ્યો
“હું કોલેજ માં અભ્યાસ કરુ છું. આજે પરીક્ષા આપવા જતાં મારી સાયકલની ચેન તુટી ગઈ
આપ મને કૉલેજે પહોચાડવા મદદ કરી શકો? મારી પરીક્ષા ને કેવલ ૧૫ મિનીટ બાકી છે.” વાત
સાંભળીને ઇન્સ્પેક્ટર થોડો શાંત થયો અને હલકા સ્મિત સાથે કહ્યું “ ચાલ તું પણ શું
યાદ કરીશ. એક ઈમાનદાર પોલીસ જનતાની મદદ માટે જ હોય છે, પરંતુ આ વાત તું કોઈને કરતો
નહિ કે પોલીસે તને પરીક્ષા સ્થળ સુધી પહોચાડ્યો કેમ કે આ વ્યક્તિગત મદદ પોલીસનાં
કામો માં નથી આવતી.”
વરુણ ને પોતાની
પોલીસ જીપમાં બેસાડીને પોલીસ ઇન્સ્પેકટર કૉલેજ મુકવા નીકળ્યો. પોલીસ સ્ટેશન બહાર
વરુણ ને મારવા આવેલા લોકો ઇન્સ્પેક્ટર સાથે વરુણ ને જોઈ ને રફા દફા થઇ ગયા. અને વરુણ
કૉલેજે પહોચી ગયો.
કૉલેજ પહોચતા સમયે
વરુણે વિક્રમ સાથે થયેલી મારા મારી અને તેને કઈ રીતે બચાવ્યો તે ઇન્સ્પેકટરને જણાવી
દીધું. ઈન્સ્પેક્ટર ને પણ વરુણની વાત કરવાની રીત ગમી અને તેને આશ્વાસન આપ્યું કે તે
લોકો તેને આંગળી પણ નહિ લગાવી શકે. અને સાથે એક સુચન પણ કર્યું કે શક્ય હોય તો ૨-3
દિવસ સુધી કોઈને આ વાતની જાણ ન થાય તે ધ્યાન રાખે. સૌથી અંગત મિત્ર થી પણ દુર રહે નહીતર
તેના મિત્ર ને પણ ખતરો થઇ શકે છે.
જયુ વરુણ નો ખાસ મિત્ર
છે તે પૂરી કોલેજ જાણતી હતી તેથી વરુણે કૉલેજના બધાની સામે વરુણ ને થપાટ મારી ને બંને
વચ્ચે મનદુઃખ ઉભું થયું તેવું બતાવવા માટે જયુને થપાટ મારી અને આ બધી વાત વરુણે જયુને
સમજાવી.
----- xxx -----
જયુએ બધી વાત સાંભળીને દર વખતની જેમ એક સંસ્કૃત શ્લોક
બોલ્યો.
उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥
અર્થ: ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ
વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ સહાય કરે છે..
તારી બીજા માટેની લાગણી ને કારણે જ તને ઈન્સ્પેક્ટરે સહાય કરી
પણ હવે મને જણાવ કે
આ વિક્રમ કોણ છે?
એ લોકો તેને કેમ મારતા હતાં?
વરુણ બોલવાનું શરુ કરે તે પહેલા ખટ... ખટ... દરવાજો ખખડવાનો
અવાજ આવ્યો. જયુ અને વરુણ બંને મુંજાઈ ગયા.
ક્રમશ: આવતા બુધવારે ૧૮-૦૪-૨૦૧૮ નાં વાંચશો..
- દરવાજો ખખડાવવા વાળું કોણ છે?
- વિક્રમ કોણ હતો?
- શું વિક્રમ દવાખાના સુધી પહોચશે?
-સાચો
૧૬-૦૪-૨૦૧૮
Aa vakhte short story kem
ReplyDeleteદર સોમવારે, બુધવારે અને શુક્રવારે એક બે પાનાં અને રવિવારે ફૂલ પ્રકરણ મુકીશ.
Delete