Monday, 30 April 2018

પ્રકરણ-3 : એકાંત (અભય)

પ્રકરણ-3: મુંજવણ (અભય)

દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
       હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
      આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
      14 વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
પ્રકરણ-3 : એકાંત (મુંજવણ)
પ્રકરણ-3: એકાંત (મુંજવણ) 23-04-2018.
મારા બધાં બ્લોગ વાંચવા   -સાચો
આપના અભિપ્રાય માટે અહિયાં ક્લિક કરો.
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.

           વરુણ વિક્રમ સાથે જયુના ઘરથી બહાર નીકળ્યો. બહાર નીકળતા સાથે થોડે દૂર ઉભેલી પોલીસ વેન માં બંને બેસી ગયા.વેન થોડે દૂર પહોંચી અને સામે અમુક લોકો ઉભેલા જોઈને ડ્રાઇવરે વિક્રમ અને વરુણને ઝુકી જવાનું કહ્યું બંને સીટ નીચે ઝુકી ગયા. વેન ઉભેલા લોકો ની વચ્ચે થી નીકળીને પોલીસ સ્ટેશન પહોંચી. વેન ના ડ્રાઈવરે નીચે ઉતરી ચારે બાજુ નજર ફેરવી જોયું અને ઇશારાથી બંને ને ઉતરવાનું કહ્યું. બંને ઉતરીને સીધા પોલીસ સ્ટેશનમાં ગયા જ્યાં વરુણના માતા-પિતા ઇન્સ્પેક્ટરના ઓફિસમાં બેઠા હતાં.
          વરુણ તેની માતા ને જોઈને સીધો તેના ગળે વળગી ને રડવા લાગ્યો અને તેના પિતાએ વરુણ ના માથા પાર હાથ ફેરવતા કહ્યું “તું કેમ રડે છો ? તે જે કર્યું તે મને અને તારી માતા ને ખબર છે. કોઈનું ભલું કરવા માટે શસ્ત્ર ઉગામવું એ શાસ્ત્રોમાં લખ્યું છે. તે તારા પાર મને ગર્વ છે.” વરુણ ના પિતાની વાત સાંભળતાં પોલીસ ઇન્સ્પેક્ટરે પણ તેમાં સુર પુરાવતા કહ્યું “વરુણ આજે તે જે કર્યું તે દેશનો દરેક નાગરીક કરે તો દેશના બધા ગુનેગારો જેલમાં પહોંચી જાય અને સજ્જનો શાંતિથી રહી શકે. હવે મને તારી જરૂર કોર્ટ સુધી છે તું કોર્ટમાં આજે જે થયું તે કહીશ તો તે બધા જેલમાં હશે.”
         વરુણે આશ્ચર્યથી પૂછ્યું “સાહેબ આપ અને મારા પિતાજી કાઈ વાત કરો છો મને કાંઈ નથી સમજાતું ? અને આ વિક્રમના નામ સિવાય તેના વિશે પણ હું કશું જાણતો નથી. જુઓ સાહેબ આજે સવારે હું મારા મિત્ર જયું સાથે સાઇકલ પર પરીક્ષા આપવા જતો હતો, રસ્તામાં એક બે જણા આ વિક્રમને મારતા હતાં, મારી સાઇકલ ની ચેન તૂટી ગઈ અને મેં એ ચેન હાથમાં વીંટાળી અને ઘર તરફ જતો હતો ત્યારે આ ભાઈને વધુ પડતું લોહી નીકળતું હતું મેં મારા ફાટેલા પેન્ટ નો એક લિરો તેને બાંધી દીધો અને એક રિક્ષામાં તેને હોસ્પિટલ માટે રવાના કારી દીધા, પાછળ ફરીને જોયું તો આઠ-દાસ લોકો મને ઘેરીને મારવા ઉભા હતા. મેં મારો જીવ બચાવવા અને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા અહીંયા પોલીસ સ્ટેશન ની મદદ લીધી. આ ઇન્સ્પેક્ટર સાહેબ મને મુકવા આવ્યા. રસ્તામાં આ બધી વાત મેં ઇન્સ્પેક્ટર સાહેબ ને કરી તેઓએ કહ્યું હતું કે ઘરે ન જતો અને મિત્રો થી દૂર રહેજે માટે હું ટેકરી વાળા મહાદેવે જતો રહ્યો અને ત્યાંથી જયું સાથે તેના ઘરે ગયો. વિક્રમ ત્યાં આવ્યો અને તેની સાથે હું અહીં આવ્યો, મેં શુ કામ કર્યું તે મને ખબર નથી પરંતુ એ જરૂર ખબર છે કે આવતી કાલે મારી પરીક્ષા છે અને હું આ મગજમારી ને કારણે પરીક્ષા નહીં આપી શકું મારા પ્રિય મિત્ર જયુને પણ નહીં મળી શકું.”
      વરુણે વાત પૂરી કરી પરંતુ તેના ચેહરા પર ઘભરાહટ સ્પષ્ટ દેખાતી હતી, વરુણ ના પિતા વરુણ શુ કહેવા માંગતો હતો તે સમજી ગયા હતાં, ઇન્સ્પેકટર ને પણ વરુણની અસ્પષ્ટ ના સમજાઈ ગઈ હતી. અત્યાર સુધી ચૂપ ઉભેલો વિક્રમ બોલ્યો “સાહેબ વરુણ સાચું કહે છે, ઝગડો મારો અને હરિયા તોપચી વચ્ચે હતો, હરિયાએ મને 200 રૂપિયા ઉધાર આપ્યા હતાં અને મેં તે કાલી ગઠિયા ને આપ્યા પરંતુ કાલીએ મારી પાસે વધુ પૈસાની માંગણી કરતાં મેં તેને ના પાડી અને તેણે મને મારવાનું શરૂ કર્યું. મને બચાવવા માટે વરુણે કોઈપણ કામ નથી કર્યું એ તો માત્ર મને રિક્ષામાં બેસાડીને પરીક્ષા માટે જવાનો હતો.”
      ઇન્સ્પેક્ટર ગુસ્સામાં બોલ્યા “તમે લોકો જો તેના વિરુદ્ધ સાચું બયાન નહીં આપો તો તે બચી જશે અને ભવિષ્યમાં બીજા કોઈને પણ નુકશાન પહોંચાડશે. રહી વાત પરીક્ષાની તો વરુણ પરીક્ષા આપી નહીં શકે તેવા ડર થી ખોટું બોલે છે એ હું જાણું છું.”
     ઇન્સ્પેક્ટર ની વાત વચ્ચેથી કાપતાં બોલ્યા “જ્યારે કોઈના સદગુણો તેના દુર્ગુણો કરતાં વધુ હોય, ડર જ્યારે તેના થી ડરવા લાગે ત્યારે તેનું અંતિમ પગલું અભય હોય, મારો દિકરો ક્યારેય ખોટું ન બોલે પરંતું સાહેબ અધકચરું સાચું એ ખોટું જ કહેવાય તે ઘભરાહટ ના કારણે પણ ખોટું બોલી શકે. આજે મને એમ લાગે છે કે મેં એક સાવજ ના રૂપમાં બકરાને જન્મ આપ્યો હતો, વરુણ માત્ર આટલી તકલીફ થી ડરી ગયો, જ્યારે મેં તેને જન્મ આપ્યો ત્યારે કદાચ મારા દૂધને બદલે બકરીનું દૂધ પીવડાવ્યું હતું માટે મારા ઘરે આવો ડરપોક બકરો પાક્યો. એના જન્મ બાદ માતાજી ના ભક્તો જેને આપ લોકો છકકા કહો છો તે પણ આ નપુંસક ને ઓળખી ન શક્યા, આવું સાહસ ભર્યું કામ આનાથી નહીં થાય.
      માતાના આવા કપરા વચનો સાંભળી વરુણની આંખો માંથી આંસુઓની ધારા છૂટી પોતાને પરાક્રમી સમજવા વાળો વરુણ આજે પરાક્રમ કર્યું છતાં પણ કિનકર્તવ્યવિમૂઢ (કિંક+કર્તવ્ય+વિમૂઢ = કશું બોલી ચાલી ન શકે તેવો) થઈ ગયો. અકળાઈને ભય ના આંસુઓને તેને પોતાની અંદરની આગનાં ઉછળતા લાવા ને રૌદ્ર રૂપે શરીર થી અલગ કરતાં ઉંચા અવાજે સિંહ ગર્જના કરતાં બોલ્યો. “માતા તારા પેટે કાયર ન પાકે હું વરુણ પ્રતિજ્ઞા કરું છું કે મારા જીવનમાં હવે કંઈપણ ઘટના ઘટે તેનો જવાબદાર હું પોતે છું, મારી માતાએ સાવજ પેદા કર્યો તો હું મારા જીવનના અંતિમ શ્વાસ સુધી સાવજ ની જેમ જીવીશ અને કોઈપણ સ્થિતિ માં હું સત્યના પક્ષમાં રહીશ.
ઇન્સ્પેકટર સાહેબ એક વિનંતી છે આપને આપ જ્યાં કહેશો જ્યારે કહેશો હું કોર્ટમાં આવીશ માત્ર આપ મારી માતા અને પિતાને રક્ષણ આપજો અને મારી પરીક્ષા પુરી થઈ જવા દેજો.”
----XXX----
     અહીં બીજી તરફ જયુ વરુણ અને વિક્રમના ગયા બાદ વરુણ ની ચિંતા કરતો હતો અને તેના માતા-પિતા નું આગમન થયું. વરુણ સાથે ઘટેલી ઘટના જયુએ તેના પિતા ને કહી તેના પિતા બોલ્યા “બેટા જો કોઈ વ્યક્તિ બીજાના સારા માટે પોતાને દાવ પાર લગાવે તો દુનિયા તેને મૂર્ખ સમજે છે પરંતુ આવા લોકો પૂજનીય છે, મને પણ ગર્વ છે કે મારા દીકરાનો દોસ્ત વરુણ છે, બેટા ગમેતે થાય પરંતુ આવા મિત્રને ક્યારેય દૂર ન થવા દેતો.
જયુના પિતાની વાત સાંભળી જયું એક સંસ્કૃત શ્લોક બબડયો
अश्वं नैव गजं नैव, व्याघ्रं नैव च नैव च
अजापुत्रं बलिं दद्यात देवो दुर्बलघातकः
    
    અર્થ: ઘોડો નહીં, હાથી નહીં, વાઘ તો ક્યારેય નહીં ઘેટાં-બકરાની બલી ચડે, દેવતાઓ પણ દુર્બળ પર ઘાત કરે.
જયુના મતે પેલા ગુંડાઓ સામે જો વરુણ સિંહ બની ને નહીં રહે તો તેની બલી ચડી જશે તેવો હતો. તેને ક્યાં ખબર હતી કે વરુણ તો પોતાને સિંહ સાબિત કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે.
----XXX----
    સળગતી આગને હવે હવા મળી હતી, વહેતી હવા હવે પવન બનવા તૈયાર હતી,એકાંત હવે અભય હતો, આજ બંને મિત્રોના ભવિષ્યનો વળાંક હતો,
જયુને અટકાવતા વરુણ બોલ્યો “ તારા શ્લોક થી કંટાળી ગયો છું હવે તું મારા શ્લોક સાંભળ.”
वनेऽपि सिंहा मृगमांसभक्ष्या बुभुक्षिता नैव तृणं चरन्ति |
एवं कुलीना व्यसनाभिभूता न नीतिमार्गं परिलङ्घयन्ति ||
    અર્થ: વનમાં સિંહ હરણનો શિકાર કરે છે, ગમે તેટલો ભૂખ્યો હોય તો પણ ઘાસ ખાતો નથી તેવીજ રીતે કુળવાન વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીઓ માં પણ નીતિનો માર્ગ ઓળંગતા નથી.
કાલી ગઠિયા વિરુદ્ધ વરુણ નો પ્રહાર કેવો હશે?
શુ બીજા માટે લડાતું યુદ્ધ વ્યક્તિગત બની જશે?
વધુ આવતા અંકે...
વાંચતા રહો ૧૪ વર્ષ અજ્ઞાતવાસ…
થોડા સમય માં ગુજરાતી સાથે હિંદી, મરાઠી અને અંગ્રેજી માં પણ online ઉપલબ્ધ થશે...
-સાચો
૩૦-૦૪-૨૦૧૮

Monday, 23 April 2018

પ્રકરણ-૩: એકાંત (મુંજવણ) ૨૩-૦૪-૨૦૧૮

પ્રકરણ-૩ : એકાંત (મુંજવણ)

          દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
        હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
       આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
       14 વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા 
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.

         “તારી વાત મને સમજાય ગઈ કે તે તારો પીછો કેમ કરતાં હતાં પરંતુ મને હજી સુધી એ નથી સમજાયું કે તે લોકો મારી પાછળ કેમ પડ્યા હતાં? મેં તેનું શું બગાડ્યું ? હું તો વિક્રમ ને પણ નથી ઓળખતો અને સવારે તારો ઝગડો થયો ત્યારે હું કૉલેજ હતો. અને તું મહાદેવ ના મંદિરે કઈ રીતે પહોંચ્યો? મારે બધું જાણવું છે. મેં તને ક્યારેય આ પ્રકારે ઘભરાયેલો નથી જોયો. જે વરુણ અજાણ્યા વ્યક્તિ માટે ગુંડાઓ સાથે લડી ને પોલીસ ની મદદ લઇ પરીક્ષા ખંડ પર સમયસર પહોંચી શકે તે વરુણ ઘરે જવાને બદલે મહાદેવના મંદિરે જાય તે વાત મારા ગળે નથી ઉતરતી આમ ગોળ ગોળ ઘુમાવવાનું બંધ કર મને બધી વાત કર તે વિક્રમ ને હોસ્પિટલમાં પહોંચાડવા રીક્ષા કરી પણ તારું ઘર માત્ર થોડાં અંતરે હોવા છતાં તું ઘરે જવાને બદલે પોલીસ સ્ટેશનમાં ગયો? વરુણ મને તારી વાતમાં કાંઈ સમજાતું નથી.”
        “ભાઈ શાંત થઈને મને બોલવાનો મોકો આપે તો હું બોલું! મેં ત્યાં જે કર્યું તે માત્ર વિક્રમ ને બચાવવા કર્યું અને કૉલેજ માં જે કર્યું તે તને બચાવવા માટે કર્યું. પોલીસ ઇન્સપેક્ટર મારા ઘરે બધી વાત જણાવીને આવ્યા હતાં જો હું સીધો ઘરે ગયો હોત તો તે લોકો ને મારા ઘરનું સરનામું ખબર પડી જાય, મેં તને એટલા માટે માર્યો કે તું મારાથી દૂર થઈ ને તારા ઘરે પહોંચ અને હું સાંજ સુધી મહાદેવના મંદિરે બેસીને રાત્રે અહીં તારા ઘરે આવું પરંતુ તે મારી યોજનાને નિષ્ફળ કરી તું જ્યારે કોલેજ થી મારી પાછળ આવ્યો ત્યારે કાલી ગઠયાનો ભાઈ કોલેજ તરફ મને શોધવા જતો હતો, મેં તેને જોયો અને ત્યારે તું મારી પાછળ આવતો હતો, કાલી ના ભાઈને ખબર છે કે હું અને તું બંને ખાસ મિત્રો છીએ. તેણે તને જોયા પછી તે તારો પીછો કરતો કરતો મારાં ઘર પાસે અને પછી મહાદેવના મંદિર સુધી પહોંચ્યો.” વરુણ ની વાત કાપતા જયુ વચ્ચે બોલ્યો
       “ઓહ! તો મંદિરે જેને માર્યો તે કાલી ગઠિયા નો ભાઈ હતો?”
       “હા”
      “તો આપણે તેને માર્યો? શુ વાત કરે છો? એતો એક નંબરનો ગુંડો છે. તને તો ઠીક હવે મને પણ નહી છોડે.”
       જયુ ડરથી ધ્રુજવા લાગ્યો. કેમ કે જે કાલી ગઠિયા ની વાત છે તે કાલી પર એક હત્યા અને અનેક લૂંટ સહિતના ઘણા ગુનાઓ હતાં બીજી તરફ જયુ જેના માતા પિતા વરુણ સાથે મિત્રતા પણ તોડવાનું કહેતા અને આજે વરુણ એક કાંડ કરીને આવ્યો. જુના મિત્રને છોડી પણ નહીં શકે કે આવા ગુંડાઓ સાથે લડી પણ નહીં શકે. વરુણ પર ગુસ્સે થતાં જયુ બાબડયો.
       “તું લોકોની મદદ કરવાના ચક્કરમાં એક દિવસ અટવાઈ જઈશ અને મને પણ ફસાવીશ. છોડ એ બધું એ લોકો આવે તો તું તેની માફી માંગી લેજે. જાન હે તો જહાન હે.”
        “હું એટલું માનું છું કે આપણી તાકાત કે કમજોરી આપણે બંને જ છીએ, જો આપણે બંને સાથે હશું તો કોઈ આપણને હરાવી નહીં શકે. અને એક ડરેલો વ્યક્તિ જ બીજા ડરેલાનો ડર ભગાવે. અત્યારે આપણી બંનેની હાલત સમાન છે અત્યારે આપણા થી કશું થઈ શકે તેમ નથી ત્યારે લડવું અને ભેગા મળીને લડવું એ આપણી મજબૂરી છે. તારું શુ માનવું છે?”
       જયુએ બધી વાત સાંભળીને દર વખતની જેમ એક સંસ્કૃત શ્લોક બોલ્યો.
“उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥
        અર્થ: ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ સહાય કરે છે..
        તારી બીજા માટેની લાગણી ને કારણે જ તને ઈન્સ્પેક્ટરે સહાય કરી પણ હવે મને જણાવ
        આ વિક્રમ કોણ છે?
        એ લોકો તેને કેમ મારતા હતાં?”
       વરુણ બોલવાનું શરુ કરે તે પહેલા ખટ... ખટ... દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. જયુ અને વરુણ બંને મુંજાઈ ગયા. થોડી વાર પહેલા સિંહ બનેલા બંને સસલાઓ ભો માં ભરાઈ ગયા. દરવાજો કોણ ખોલશે?
બહાર કોણ હશે?
      વરુણે હિંમત ભર્યું પગલું આગળ કર્યું અને તેનાથી બે કદમ આગળ વધી જયુએ દરવાજા ના એક નાનકડા છિદ્ર માંથી બહાર જોયું અને દરવાજા ની કડી ને હાથ લગાવ્યો ત્યાં બહારથી અવાજ આવ્યો.
      “વરુણ મને ખબર છે તું અંદર છો. જલ્દી દરવાજો ખોલ.”
આગળ જતાં પગલાઓ અટક્યા અને જયુએ વરુણને છુપાઈ જવાનો ઈશારો કર્યો, વરુણ પડદા પાછળ છુપાઈ ગયો અને જયુએ દરવાજો કોઈ ધક્કાથી ન ખોલી નાખે તે માટે સાંકળ લગાવી અને કડીને ધીરે ધીરે ખોલી, દરવાજો થોડો ખોલી તેની તિરાડ માંથી નજર બહાર કાઢીને જોયું તો ફાટેલાં કપડાં પહેરીને એક વ્યક્તિ ઉભો હતો.
        તેને જોઈને જયુને કોઈ ખતરો ન જણાયો. જયુ તેને અંદર લેવા માટે પૂરો દરવાજો ખોલવા જતો હતો તે વ્યક્તિએ આંખોથી દરવાજો ન ખોલવાનો ઈશારો કર્યો.
        ઈશારો સમજી ને જયુ બોલ્યો “કોનું કામ છે? અહીંયા કોઈ વરુણ નામનો વ્યક્તિ નથી રહેતો. અને તમે કોણ છો આમ જોર જોરથી દરવાજા પીટો છો?”
       સામે ઉભેલો વ્યક્તિ બોલ્યો “મારું નામ વિક્રમ છે, વરુણ આવે તો કહેજો કે વિક્રમ શોધે છે.” આટલું બોલીને વિક્રમ પાછું વળીને ચાલતો થયો.
       વિક્રમ નામ સાંભળીને જયુ ચોકી ગયો અને દરવાજો ખોલી ને બોલ્યો “વિક્રમભાઈ ? ઉભા રહો બે મિનિટ. હું આવું છું?” બોલતાની સાથે જયુએ દરવાજો બંધ કર્યો અને વરુણ ને બારી પાસે જઈને તે વ્યક્તિ ને જોવા નો ઈશારો કર્યો.
     વરુણ બારી થી જોઈને પુરી યોજના સમજી ગયો જયુના કાનમાં ધીમા અવાજે કહીને દરવાજો ખોલી બહાર નીકળ્યો અને વિક્રમ ને પણ કાંઈક ઈશારો કરીને સમજાવ્યો.
---XXX---
  • શુ હતી વરુણ ની નવી યોજના?
  • વરુણ જાળ ગૂંથતો હતો કે ફસાતો હતો?
  • વિક્રમની હકીકત શુ છે?

      વરુણ અને વિક્રમ ના ગયા પછી જયુ બબડયો.
શ્લોક:
अश्वं नैव गजं नैव, व्याघ्रं नैव च नैव च
अजापुत्रं बलिं दद्यात देवो दुर्बलघातकः
      અર્થ: ઘોડો નહીં, હાથી નહીં, વાઘ તો ક્યારેય નહીં ઘેટાં-બકરાની બલી ચડે, દેવતાઓ પણ દુર્બળ પર ઘાત કરે..
      વધુ આવતાં અંકે…
-સાચો
૨૩-૦૪-૨૦૧૮

Monday, 16 April 2018

પ્રકરણ-૩ : એકાંત ( મુંજવણ )

૧૪ વર્ષ અજ્ઞાતવાસ

પ્રસ્તાવના

        દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
       હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
       આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
       14 વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા 
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
પ્રકરણ-3:એકાંત
મારા બધાં બ્લોગ વાંચવા   -સાચો
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.

              પ્રકરણ -3 : એકાંત (મુંજવણ)
પોલીસ સ્ટેશન માં બેસેલા એક કોન્સ્ટેબલે વરુણને પગ થી માથા સુધી નીરખીને જોયો, નજીક આવવાનો ઈશારો કરીને પોતાની મૂછો પર હાથ ફેરવવા લાગ્યો અને અંદર સાહેબ પાસે જવાનું કહ્યું. અંદર બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે પહોચતા વરુણ બોલ્યો “ હું અંદર આવું સાહેબ? મારું નામ વરુણ છે. હું અહી નજીક ના વિસ્તાર માં રહું છું. ઘણા સમય થી પોલીસ સ્ટેશન નાં બોર્ડ પર વાચું છું કે પોલીસ તમારો મિત્ર છે. શું એ સાચું છે?” ઈન્સ્પેક્ટરે આવા નિર્દોષ સવાલનો જવાબ માત્ર એક હા કહી ને આપ્યો. વરુણે ફરી થી સવાલોની બંધુક ચલાવી આપ અહી અમારી મુંજવણ દુર કરવા માટે બેઠા છો?” ઈન્સ્પેક્ટરે ફરી જવાબ આપ્યો “હા, અમે અહિયાં જનતાની તકલીફો દુર કરવા બેઠા છીએ, તારે કોઈ તકલીફ હોય તો બોલ સમાધાન થઇ જશે.” વરુણ બોલ્યો “તમે રિશ્વત લઈને તો કામ નથી કરતા ને?” ઇન્સ્પેક્ટર પોતાની જગ્યાએ ઉભો થઈને ગુસ્સામાં બોલ્યો “તારે કામ શું છે એ જણાવ હું તારી બકવાસ સાંભળવા નથી બેઠો.”
 ઇન્સ્પેક્ટર ના ગુસ્સાથી ગભરાયા વગર વરુણ બોલ્યો “હું કોલેજ માં અભ્યાસ કરુ છું. આજે પરીક્ષા આપવા જતાં મારી સાયકલની ચેન તુટી ગઈ આપ મને કૉલેજે પહોચાડવા મદદ કરી શકો? મારી પરીક્ષા ને કેવલ ૧૫ મિનીટ બાકી છે.” વાત સાંભળીને ઇન્સ્પેક્ટર થોડો શાંત થયો અને હલકા સ્મિત સાથે કહ્યું “ ચાલ તું પણ શું યાદ કરીશ. એક ઈમાનદાર પોલીસ જનતાની મદદ માટે જ હોય છે, પરંતુ આ વાત તું કોઈને કરતો નહિ કે પોલીસે તને પરીક્ષા સ્થળ સુધી પહોચાડ્યો કેમ કે આ વ્યક્તિગત મદદ પોલીસનાં કામો માં નથી આવતી.”
વરુણ ને પોતાની પોલીસ જીપમાં બેસાડીને પોલીસ ઇન્સ્પેકટર કૉલેજ મુકવા નીકળ્યો. પોલીસ સ્ટેશન બહાર વરુણ ને મારવા આવેલા લોકો ઇન્સ્પેક્ટર સાથે વરુણ ને જોઈ ને રફા દફા થઇ ગયા. અને વરુણ કૉલેજે પહોચી ગયો.
કૉલેજ પહોચતા સમયે વરુણે વિક્રમ સાથે થયેલી મારા મારી અને તેને કઈ રીતે બચાવ્યો તે ઇન્સ્પેકટરને જણાવી દીધું. ઈન્સ્પેક્ટર ને પણ વરુણની વાત કરવાની રીત ગમી અને તેને આશ્વાસન આપ્યું કે તે લોકો તેને આંગળી પણ નહિ લગાવી શકે. અને સાથે એક સુચન પણ કર્યું કે શક્ય હોય તો ૨-3 દિવસ સુધી કોઈને આ વાતની જાણ ન થાય તે ધ્યાન રાખે. સૌથી અંગત મિત્ર થી પણ દુર રહે નહીતર તેના મિત્ર ને પણ ખતરો થઇ શકે છે.
જયુ વરુણ નો ખાસ મિત્ર છે તે પૂરી કોલેજ જાણતી હતી તેથી વરુણે કૉલેજના બધાની સામે વરુણ ને થપાટ મારી ને બંને વચ્ચે મનદુઃખ ઉભું થયું તેવું બતાવવા માટે જયુને થપાટ મારી અને આ બધી વાત વરુણે જયુને સમજાવી.
----- xxx -----
         જયુએ બધી વાત સાંભળીને દર વખતની જેમ એક સંસ્કૃત શ્લોક બોલ્યો.
उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥

અર્થ: ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ સહાય કરે છે..
તારી બીજા માટેની લાગણી ને કારણે જ તને ઈન્સ્પેક્ટરે સહાય કરી પણ હવે મને જણાવ કે
આ વિક્રમ કોણ છે?
એ લોકો તેને કેમ મારતા હતાં?
વરુણ બોલવાનું શરુ કરે તે પહેલા ખટ... ખટ... દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. જયુ અને વરુણ બંને મુંજાઈ ગયા.
ક્રમશ: આવતા બુધવારે ૧૮-૦૪-૨૦૧૮ નાં વાંચશો.. 

  • દરવાજો ખખડાવવા વાળું કોણ છે?
  • વિક્રમ કોણ હતો?
  • શું વિક્રમ દવાખાના સુધી પહોચશે?
વાંચતા રહો અને રહસ્યો થી ભરેલી કથાનો આનંદ માણતાં રહો... 
-સાચો
૧૬-૦૪-૨૦૧૮
 
Monday, 9 April 2018

પ્રકરણ - 3: એકાંત

૧૪ વર્ષ અજ્ઞાતવાસ

પ્રસ્તાવના

        દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ બંધ બેસે છે.
       હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
       આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
       14 વર્ષના આ સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે છે કે નિષ્ફળતા તે આ વાર્તા માં દર સોમવારે વાંચશો.
પ્રકરણ -૧: વ્યક્તિત્વ
પ્રકરણ -૨: પરીક્ષા 
પ્રકરણ-૨: પરીક્ષા (એક રહસ્ય)
પ્રકરણ-૨:પરીક્ષા (સાચો મિત્ર)
મારા બધાં બ્લોગ વાંચવા   -સાચો
આગળની વાર્તા ઉપરોકત link પર જોઈ શકશો.

પ્રકરણ -3 : એકાંત

        વરુણ જયુ તરફ પીઠ કરીને કશું બોલ્યા વિના આગળ ડગલા ભરતો રહ્યો, જેમ આગળ ડગલાં ભરતો તેમ મિત્રનાં હૃદય સાથેનું જોડાણ તૂટવાને બદલે મજબુત થઇ રહ્યું હતું. જો વરુણ એક પણ વખત પાછું ફરીને જુએ તો અંદર ઉછળી રહેલો અશાંત મહા સાગર શાંત તળાવ જેવો બની રહે, હૃદયમાં ઉછરતાં જ્વાળામુખીને શાંત કરવાની હિંમત વરુણ માં નહતી. એ જાણતો હતો કે જયુના ગાલ પર પડેલી થપાટ તેની મજબુત પાયા પર નિર્મિત મિત્રતાની ઈમારત ને ભલે ધરાશાયી ન કરે પરંતુ એ ઈમારતની છતતો તૂટવાની જ છે.
વરુણ નાના ડગલાઓ થી ઘણું મોટું અંતર કાપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બીજી તરફ જયુ મિત્રતાની પાટી પર ભૂલથી થયેલા લીસોટા આંસુઓ થી ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
વરુણ હવે જયુની નજર થી ઘણો દુર પહોચી ગયો હતો. જો એક વખત વરુણ તેની પૂરી વાત સાંભળે તો બધું પહેલા જેવું સામાન્ય થઇ જાય, જયુ ઉભો થયો જે ટીસ્યુ પર તેણે પત્ર લખ્યો હતો તે ટીસ્યુ થી આંસુઓ લુછીને કોલેજના મેદાનમાં પોતાની જેમ એકલી પડેલી સાયકલ લઈને વરુણની પાછળ જઈ અંતિમ પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. નાનપણની થી અત્યાર સુધી નિર્વિઘ્ને આગળ ધપતી આ મિત્રતા નો અંત બચાવવા નો છેલ્લો પ્રયત્ન...
વરુણ ને શોધવા નીકળેલા જ્યુની સાયકલ છેક વરુણ ના ઘર સુધી પહોચી પણ વરુણ રસ્તામાં ક્યાય નજરે ન ચડ્યો, નિરાશ થઇ ને જયુ ભાવનગરનાં તખ્તેશ્વર મહાદેવ ના મંદિર જેવા મંદિર ટેકરી પર સ્થિત મહાદેવનાં મંદિરે ગયો. શહેરની મધ્યમાં સ્થિત આ મંદિર માં પુજારી પણ દિવસ માં એક વખત આવતો, લોકોની અવાર જવર ખુબ નહીવત હતી, પણ શાંત વાતાવરણ અને મંદિર પરથી પુરા શહેરનું દર્શન થાય તેવું હતું. મંદિરની બાજુમાં વર્ષો જુનું એક વડલાના વૃક્ષ નીચે બેસીને વરુણ અને જયુ પૂરો દિવસ ભણતા મસ્તી કરતાં અને ઘણીવખત તો પૂરો દિવસ વડવાઈઓ પર હિચકો બાંધીને રમતા અને ખુબ મજા કરતાં.
જયુ જૂની યાદોમાં ખોવાયેલો હતો. સ..ટ...ટ... અવાજ આવ્યો અને જયુ નું ધ્યાન ભાગ થયું પાછળ ફરીને જોયું તો વાલીએ રાવણ ને જે રીતે બગલમાં દબાવ્યો હતો તેવી મુદ્રામાં વરુણ એક વ્યક્તિનું ગળું બગલમાં દાબીને ઉભો હતો. જયુને કશું સમજાય તે પહેલા વરુણે બગલમાં પકડેલા વ્યક્તિને ધક્કા સાથે છોડયો અને નીચે પડે તે પહેલા કોણી થી પીઠ પર વાર કરી તેને અધમૂઓ કરી દીધો. હજી સુધી જયુ ને કાઈ સમજાયું નહિ, પણ વરુણે તે વ્યક્તિને માર્યો તો કઈક ગડબડ હશે સમજી ને જયુએ વરુણનાં હાથે પડેલી થપાટ અને ધક્કાનો બદલો લેવા પડેલા વ્યક્તિને પેટમાં બે પાટા મારી લીધા.
પડેલો વ્યક્તિ આવી હાલતમાં પણ ઉભો થઇ ને ભાગવામાં સફળ થયો. તેને ભાગતો જોઇને જયુએ તેનો પીછો કરવા દોડ લગાવી પરંતુ વરુણે તેને ત્યાજ રોકીને ખિસ્સા માંથી રૂમાલ કાઢી નીચેથી પથ્થર ઉપાડી રૂમાલ સાથે બાંધી ગોફણની જેમ ફેક્યો અને પથ્થર ભાગતા માણસ ને માથાના ભાગમાં વાગ્યો. તે જમીન પર પડ્યો છતાં તે ભાગ્યો.
જયુએ વરુણ ને પોતાની પાસે ઉભેલો જોઇને જરા પણ સમય વેડફ્યા વિના ગળે લગાડી લીધો અને બોલ્યો “ માફ કરી દે યાર, જો આ વડલો, આ મંદિર જો આહી આપણે રોજ રમતા.” વરુણ જયુને વચ્ચે  ટોકતા બોલ્યો “અત્યારે એ બધી વાત કરવાનો સમય નથી. આપણે અહીંથી જલ્દી નીકળવું પડશે.”
જયુ બોલ્યો “પણ કેમ ? તું અહિયાં કઈ રીતે પહોચ્યો ? અરે ! તું કૉલેજ કઈ રીતે પહોચ્યો ? એ બધું છોડ તે મને માફ કર્યો કે નહિ ?” વરુણ ઈશારો કરતાં બોલ્યો “તારા બધા સવાલનો જવાબ આપીશ પણ અહીંથી નીકળ જલ્દી.”
વરુણ અને જયુ ત્યાંથી નીકળ્યા ને પાંચેક મિનીટ જેટલો સમય થયો હશે ત્યાં પાંચ-છ બાઈકો માં આઠ થી દસ લોકો પવનવેગે ટેકરીની ચારે બાજુ ચક્કર લગાવવા લાગ્યા. તેમાનો એક ટેકરી પર ચડ્યો ને બોલ્યો “ અહિયાં કોઈ નથી કદાચ ભાગી ગયા હશે.”
નીચે ઉભેલા વ્યક્તિએ બાજુમાં ઉભેલા ધોયેલા મૂળા જેવા માણસ ને પૂછ્યું “ઓલો જ હતો ને ?” માથું હલાવીને તેને હા કહ્યું કે તરત બધા બાઈક પર બેસીને ત્યાંથી જતા રહ્યા.
----- xxx -----
આ બાજુ વરુણ અને જયુ બંને જયુના ઘરે પહોચ્યા. જયુના ઘરે કોઈ ન હતું. પહોચતા સાથે જયુની સાયકલ ખભે ઉપાડી અગાસી પર મૂકી આવ્યો અને બંને ના ચપ્પલ ઘરમાં લઈને દરવાજા બારીઓ બંધ કરી ને પાણી નો આંખો સીસો ખાલી કરી ને હાંફતા અવાજે બોલ્યો “કોઈપણ આવે દરવાજો નઈ ખોલતો, અંકલ આંટી ક્યારે આવશે?”
“તેમને આવતા હજી વાર લાગશે, પણ તું શું કરે છો ? શું કરવા માંગે છો મને કાઈ સમજાતું નથી? તું શું કરીને આવ્યો છો ?”
વરુણે વાત સમજાવવાની શરુ કરી...
(હવે આપને સવારની ઘટનાના ફલેશબેકમાં લઇ જાઉં..)
વરુણની સાયકલની ચેન તુટી ગઈ ત્યારે જયુને તેણે ભગાવી દીધો તે પહેલા એક વ્યક્તિને બે લોકો લાકડીઓ થી માર મારતા હતા, વરુણે યુક્તિ પૂર્વક તેના મિત્રની પરીક્ષા ન બગડે તેના માટે ત્યાંથી જવાનું કહ્યું હતું. જયુના ગયા પછી વરુણે સાયકલની તૂટેલી ચેન હાથમાં વીટાળી મારામારી ની જગ્યાએ પહોચ્યો, ત્યાં માર ખાનારો વિક્રમ વરુણ ને જોઇને તેની પાછળ સંતાઈ ગયો, વરુણે ચેન થી બંને ને ખુબ માર્યા અને વિક્રમને હોસ્પીટલ લઇ જવા માટે રિક્ષામાં બેસાડ્યો અને રવાના કરી દીધો, એટલી વારમાં ૧૦ થી ૧૫ વ્યક્તિઓ વરુણ ને ઘેરીને ઉભા હતાં, બધાના હાથમાં ધોકા અને પાઈપ હતા. એક વ્યક્તિએ વરુણ ને મારવાં માટે દંડો ઉંચો કર્યો, વરુણે બોલવા પ્રયત્ન કર્યો પરંતુ ગળા માંથી અવાજ ન નીકળ્યો. સાયકલની તુટેલી ચેન હાથમાં વીંટાળી ને ચારે બાજુ જોયું અને વરુણે બધે નજર ફેરવી ધેરાયેલા વરુણે એક બાજુ કમજોરી જોઈ વરુણે તેને ધક્કો મારી પાડી દીધો અને સમય સુચકતા વાપરી ‘ભાગે તે ભડ’ બોલી ને સીધી દોટ મૂકી દોડતા દોડતા તે નજીકના પોલિસ સ્ટેશન માં ઘુસી ગયો...
·         શું વરુણ પોલીસ રક્ષણથી કૉલેજ સુધી પહોચ્યો ?
·         વરુણનો પીછો કરતાં લોકો જયુની પાછળ કેમ ફરતા હતાં?
·         જયુ બધી વાત સાંભળીને વરુણની મદદ કરશે?
·         તે લોકો વિક્રમને કેમ મારતા હતા, વિક્રમ કોણ હતો.
વધુ આવતા સોમવારે...
જયુ એક સંસ્કૃત શ્લોક બોલ્યો.
उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥

અર્થ: ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ સહાય કરે છે.. 
    -સાગર ચૌચેટા(સાચો)
૦૯-૦૪-૨૦૧૮