પ્રકરણ -૨: પરીક્ષા
માર્ચ મહિનો શરુ થઇ ગયો હતો. માર્ચ મહિનો વિદ્યાર્થીઓ અને
વ્યાપારીઓ બંને માટે મહત્વનો છે. પરીક્ષાઓને માત્ર ગણતરીના દિવસો બાકી હતા. કોલેજ
કેન્ટીનમાં નવરાશ અનુભવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હતી. જયુ અને વરુણ બંને
કેન્ટીનના એક ટેબલ પર બેઠા હતા, ચા ની ચૂસકી અને
ટેબલ પર ભાવનગરી ગાઠીયા આજે વરુણે સફેદ કુર્તો અને કાળું જીન્સ પહેરેલું હતું, હાથમાં ઘડિયાળ અને ગળામાં એક રુદ્રાક્ષ એક હાથમાં ચા નો કપ અને બીજો
હાથ ચહેરા ની આછી દાઢી અને હોઠ પર ધનુષ્ય જેવા આકારની મૂછો ને ચપટી વડે મરોડવામાં
વ્યસ્થ હતો. તેની સામેના ટેબલ પર જયુ એક હાથમાં છાપું અને બીજા હાથમાં ચા નો કપ
જયુ જીન્સ અને ટીશર્ટ નો શોખીન પણ આજે તે ફોર્મલ પેન્ટ શર્ટ પહેરીને છાપાં માં ધ્યાન લગાવી કોઈ ખબર વાંચતો હતો.
હા... અહહ.. છી…
જોરથી વરુણે છીંક ખાધી.
જયુ ને વરુણ ની છીંક થી કોઈ ફરક ન પડ્યો, તે તો છાપામાં મુન્ડી નાખીને વાંચતો રહ્યો.
વરુણે જયુ પાસેથી છાપું ખેંચી લીધું. જયુ છાપું વાંચવામાં એટલો મગ્ન હતો તેણે જોરથી બોલ્યો “ શુ યાર મગજનું દ...હી..”
“અરે.. આ શું કર્યું ??? હા હા હા..”
“છાપું નો ફાડતો વરુણયા.. નય… નય..”
“વાંચવાનું બાકી હતું યાર..”
વરુણે આટલી વારમાં છાપાનો કાગળ ફાડી લીધો અને છીંક ના કારણે સફેદ શર્ટ પર ઢોળાયેલી ચા સાફ કરવા લાગ્યો..
જયુ “તને કીધું નો ફાડતો બાકી હતું, યાર તો સાવ જંગલી જેવો છો..”
વરુણ “ આલે બે રૂપિયા ઓલાને આપી દે..”
જયુ “તે છાપું ફાડયું તું દઈ આવ..”
વરુણ “છાપા ના નથી ચા ના છે..”
જયુ “છાપાનાં કોણ આપશે?”
વરુણે છાપાનાં કાગળ થી કાચ સાફ કરતા છોકરા તરફ આંગળી ચીંધી કહ્યું “ઓલો શુ કરે છે?”
જયુ “એ જુનું છાપું છે પસ્તી છે..”
વરુણ “ આ છાપું કાલે પસ્તી બની જશે.”
જયુ “પણ આજે તો છાપું છે ને પૈસા દેવા પડશે.. તું મગજ મારી ન કર, પૈસા આપ.”
વરુણ “ આજનું છાપું આવતી કાલની પસ્તી છે.. સાચું કે ખોટું ?”
જયુ “તું મને ગોળ ગોળ ફેરાવમાં.. પહેલા શર્ટ સાફ કરી આવ અને આવતી વખતે પૈસા આપતો આવજે..”
વરુણ “આજનું છાપું આવતી કાલે પસ્તી બની જશે, પણ પુસ્તકો ક્યારેય પસ્તી થતા નથી.
છાપા અને પુસ્તક માં ઘણું મોટું અંતર છે.. છાપું પસ્તી બની જાય છે પુસ્તક આપણને પસ્તી બનતા અટકાવે છે.”
જયુ “બાબા વરુણદેવ નું ભાષણ શરૂ થાય છે. તું જા છો કે બચેલી ચા તારા પર રેડી દઉં?”
શાંતિથી જાય તો વરુણ નહીં. છાપાનાં વધેલા પાના નું ભૂંગળુ બનાવી ને સાથે લેતો ગયો.
થોડીવારમાં વરુણ આવ્યો
જયુ “આ શર્ટ ક્યાં થી લાવ્યો ?”
વરુણ “ એજ શર્ટ છે..”
જયુ “ તું ખરેખર ગાંડો છો.. બે ટીપાં પડ્યા હતાં, ધોયો હોત તો નીકળી જાત..”
વરુણ “ધોઈને જ પહેર્યો છે. મને એમ કે કેરોસીન છે. નીકળી જશે.. પેપ્સી બ્લુ કલરની ક્યારે આવી એ નહોતી ખબર..”
જયુ “તું પેપ્સી થી શર્ટ ધોઈ આવ્યો..? હાલ ઘરે કીડીઓ ચડશે.. એક તો તું ન્હાતો નથી ને પેપ્સી, માખી અને કીડી મુકશે નઈ તને..”
વરુણ “ જરૂર નથી સૂંઘી લે સુગંદ આવે છે કે નઈ?”
જયુ “વાસ કહેવાય આને, ફીનાઇલ જેવી વાસ આવે છે.. સાચું કે શું ધંધા કરી આવ્યો અંદર?”
વરુણ “ચા નો દાગ કાઢવા માટે કેરોસીન જેવી પેપ્સી લીધી તેનાથી આખો શર્ટ ધોયો પછી ખબર પડી કે આ પેપ્સી છે. પેપ્સી ને કાઢવા માટે ફીનાઇલ લીધું એક ઢાંકણું ફીનાઇલ નાખી તો પણ ન ગયું એટલે મેં ચાય પત્તી ને ગરમ પાણી માં ઉકાળી ને આખા શર્ટને ધોઈ નાખ્યો. અને તપેલી ગરમ કરી ને પ્રેસ કરવા ગયો ત્યાં એક બાય થોડી દાજી ગઈ, બીજીને પણ એવીજ રીતે બાળી પણ વધુ બળી ગઈ એટલે બંને બાયો ને બાય બાય કરી દીધી અને ફૂલ સ્લીવ નો શર્ટ હાફ સ્લીવનો થઈ ગયો… હજી કાંઈ પૂછવું છે?”
જયુ “ધન્ય છે પ્રભુ !! ધન્ય છે!! બે ટીપાં ચા ના દાગ ને કાઢવા તે બસ્સો ના શર્ટને ગાભો બનાવી નાખ્યો..”
જયુ એ બે હાથ જોરથી ભેગા કર્યા અને બોલ્યો “તારી ને મારી દોસ્તી કયા ચોઘડિયા માં થઈ હશે.. તને કાંઈ કહી નથી શકતો અને તારો વિરોધ કરી નથી શકતો.. હવે આ વાસ નું કાંઈક કર નહિતર મારા થી દુર બેસજે..”
વરુણ “એવી કોઈ વસ્તુ નથી બની જે મને મારા મિત્ર થી દુર કરી શકે, આપણી દોસ્તી ગ્રહણ ના સમયે થઈ હશે સૂર્ય અને પૃથ્વી ના વચ્ચે ચંદ્ર આવે ત્યારે ગ્રહણ થાય, આજે શર્ટ ગ્રહણ છે. આપણા બંને વચ્ચે આ શર્ટ આવી ગયો છે પણ શર્ટ એ આંશિક ગ્રહણ છે, કેમ કે મારી પાસે પરફ્યુમ છે.” વરુણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય તેમ ગર્વ અનુભતા બોલ્યો.
જયુ “ના તારું પરફ્યુમ ન લગાડતો આજે બધા ભણેશ્રી ઓ થી વર્ગખંડ ઉભરાતો હશે, જગ્યા નઈ મળે તો કામ આવશે.”
એક બીજાને આંખ થી ઈશારો કરી વર્ગખંડ નાં દરવાજા પાસે પહોંચ્યા. વિદ્યાર્થીઓ અશાંત બેઠેલા હતાં, કોઈ બીજાની નોટ કોપી કરતું હતું, કોઈ જવાબો ગોખતા હતાં, કોઈ પ્રોફેસરો ની નકલ કરતા હતા, કોઈ બેન્ચપર નામ કોતરી ને પોતાના નામ ને અમર કરવાનો પ્રયત્ન કરતા હતાં, કોઈ ગંભીર મુદ્રા ધારણ કરી એવો દેખાવ કરતા હતા જાણે પરીક્ષા નો બધો ભાર વહન કરતાં હોય.
હા.. હા.. આક.. છી..
વર્ગખંડમાં પહોંચતા સાથે વરુણે ફરી છીંક ખાધી. અને બધાં નું ધ્યાન દરવાજા પાસે ઉભેલા વરુણ પર પડ્યું. જયુ વરુણ ને સમજાવતાં બોલ્યો “તું યાર દવા લેને.. તારી છીકે સવારથી હેરાન કર્યો છે.”
વરુણ કાંઈ બોલે તે પહેલાં જયુએ પોતાના ખીસામાં રાખેલો રૂમાલ વરુણને આપ્યો. “આ મોઢે બાંધીલે બધાને શરદી કરીશ.”
જયુએ આપેલો રૂમાલ ખિસ્સામાં નાખીને વરુણ બોલ્યો “નથી જોતો તારો રૂમાલ..., રૂમાલ મોઢે બાંધું તો શ્વાસ કેમ લેવો? સારું થયું તે રૂમાલ આપ્યો મારો રૂમાલ ભીનો થઇ ગયો હતો.”
વરુણ અને જયુ ની વાતચીત સાંભળતા વિદ્યાર્થીઓ મનમાં ને મનમાં વિચારતા હતા આ બેય મારી બાજુમાં ન બેસે નહીતર એક છીક ખાઈને શરદી આપશે ને બીજો તેને સલાહ આપીને ભણવા નહિ દે.
વરુણે ત્રીજી હરોળ ની પ્રથમ પાટલી પર થોડી જગ્યા જોઈ અને જયુને ઇશારાથી સમજાવ્યું, વરુણ નો ઈશારો સમજી ને જયુ બોલ્યો “તું અહિયા જગ્યા છે બેસીજા મારી બાજુમાં ન બેસતો, હું ત્યાં જાઉં છું.”
બોલતા બોલતા ત્રીજી હરોળની પાટલી પર જઈ ને બેસી ગયો.
વરુણ તેની પાસે જઈ ને બાજુમાં બેઠેલા ને જઈ બોલ્યો “ હેલો.. દોસ્ત હું અહી બેસું તો તને કોઈ વાંધો નથી ને ?” એ વિદ્યાર્થી બોલ્યો “ અરે યાર મને શું વાંધો હોય ? તું બેસ હું પાછળ જતો રહું છું..” બોલીને પાટલી ખાલી કરી આપી.
જયુ અને વરુણે મનમાં હસી લીધું. આવા જબરા સેટિંગ કરે એક બીજા સાથે ઝગડો કરે પણ અંદર થી એક ના એક.
---XXX---
કૉલેજની છેલ્લા વર્ષની પરીક્ષાઓ શરુ થઇ ગઈ હતી . ૯ વાગ્યાનો પરીક્ષાનો સમય લગભગ ૮ વાગ્યાની આસપાસ જયુ વરુણના ઘરે પહોચ્યો સાયકલની ટંકોરી વગાડી ટીન..ટીન.. ટીન..ટીન.. તરત અંદર થી આવાજ આવ્યો. “બે મિનીટ ઉભો રે કાં’તો અંદર આવીજા તૈયાર થાવ છું.”
જયુએ બહાર થી બુમ પાડી “ એલા આઠ વાગી ગયા ઉતાવળ રાખ જે..”
માથું ઓળતા વરુણે બારી માંથી ડોકી કાઢી ને કીધું “જયલા અહિયાં આવ એક વસ્તુ બતાવું.”
જયુ ગુસ્સામાં બોલ્યો “ચાલ ને ભાઈ.. નથી જોવું મોડું થઇ જશે.”
વરુણ તરત દરવાજે આવી ને સાયકલ બહાર કાઢી ને “પરીક્ષા માં મોડું ન થાય, જ્યાં હું છું ત્યાં મોડું થાય તેવું ક્યારેય બને? તારો આજ વાંધો ,બે દિવસ થી મહેનત કરી ને બનાવેલી વસ્તુ તને જોવાનો સમય નથી.” જયુ બોલ્યો “ તને બે દિવસની મહેનત દેખાય છે? ત્રણ વર્ષથી ડીગ્રી મેળવવા કરેલી મહેનત નથી દેખાતી? તને ક્યાંથી દેખાય ક્લાસ માં ભણે તો ખબર પડે...” જયુ ને બોલતો અટકાવી ને આગળ વધવાનો ઈશારો કર્યો.
જ્યાં અતુટ મિત્રતા હોય ત્યાં થોડી રગ જગ થયા કરે, આવી રગ જગ મિત્રતા ને વધુ દ્રઢ બનાવે છે. વરુણ અને જયુ આ વાત ને ખુબ સારી રીતે જાણતા હતા, ઘણી વાતો કેવળ આંખના ઇશારા થી થઇ જાય. આવોજ પ્રસંગ આજે જ્યારે તે બંને પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યા ત્યારે બન્યો.
બંને વરુણના ઘર થી થોડે દુર ચાર રસ્તા સુધી પહોચ્યા ત્યારે ત્યાં બે લોકો એક વ્યક્તિને લાકડીઓથી મારતા હતા. વરુણે જયુ સામે જોયું અને બચાવવા માટે ઈશારો કર્યો પરંતુ જયુ એ પોતાની કાંડા ઘડિયાળ બતાવી ને ચુપચાપ આગળ વધવા માટે ઈશારો કર્યો. વરુણે પણ જયુની વાત પર ધ્યાન આપી અને સાયકલ ના પેડલ મારવાના ચાલુ રાખ્યા.
“જો આજે પરીક્ષા ન હોત તો એ અસહાય વ્યક્તિને જરૂર સહાય કરત” જયુ બોલ્યો, વરુણે જયુની વાત કાને ન ધરી અને સાયકલના પેડલ મારવાના ચાલુ રાખ્યા. જયુને થયું કે વરુણે વાત નથી સાંભળી માટે તે વરુણ થી થોડી વધુ ઝડપે પેડલ મારવા લાગ્યો, હજી વરુણ પાસે પહોચે તે પહેલા વરુણની સાયકલની ચેન ઉતરી ગઈ અને વરુણ સાયકલનું બેલેન્સ ગુમાવી બેઠો. ધડામ.. અવાજ સાથે તે નીચે પટકાયો સદભાગ્યે તેને કોઈ ઈજા ન આવી પણ રોડની ડાબી બાજુ ઉગેલા બાવળ પર પડવાથી તે બચી ગયો અને એક બાવળ તેના પેન્ટ ચીરીને સાથળનાં ભાગમાં વાગ્યો. જયુએ સાયકલ ને બ્રેક મારી, સાયકલ થી ઉતરી તરત વરુણ પાસે ગયો, વરુણની ફાટેલી પેન્ટ તરફ આંગળી ચીંધી ને બોલ્યો “તારી પેન્ટ ગઈ ને આપણી પરીક્ષા પણ.”
વરુણ ગુસ્સામાં બબડ્યો “ આપણી નહિ મારી બોલ.. તું જા, મારે મોડું થઇ જશે પેન્ટ ફાટી ગયું છે ને ચેન પણ તુટી ગઈ છે, મારા કારણે તારી પરીક્ષા ન બગાડ.” જયુ એ મજાકના મુડમાં કહ્યું “ પેન્ટ ફાટેલી હશે તો પણ પરીક્ષા આપી શકાય, તે જે રીતે ગાભા જેવો શર્ટ પહેરીને પણ ક્લાસ એટેન્ડ કર્યો તે રીતે, આપને બંને એક સાયકલ માં જતાં રહેશું.”
વરુણ માંડ માંડ ઉભો થતા બોલ્યો “જો ભાઈ ઘર આઘું નથી હું આવું છું તું કોલેજ પહોચ, આમ તો આપને બંને નહિ પહોચીએ પણ તું પહોચીજ ત્રણ વર્ષ તે ખુબ મહેનત કરી છે, હું ક્યાં કોઈ ક્લાસ એટેન્ડ કરતો હતો?” વરુણના વાંકા બોલ જયુને સમજાતા હતા પણ પોતે બોલેલા શબ્દો કોઈ મિત્ર સંભળાવી જાય તો કોને મજા આવે? જયુ રોવા જેવો થઇ ગયો. પણ વરુણ નાં શબ્દો કાનમાં ખૂચ્યા અને સામું બોલવાની હિંમત કર્યા વગર છણકો કરી જયુ પોતાની સાયકલ લઇ જતો રહ્યો.
---XXX---
શું વરુણ પરીક્ષા આપી શકશે ?
શું વરુણ વિના જયુ પરીક્ષા ખંડ માં પરીક્ષા આપવા તૈયાર થશે?
વધુ આવતા સોમવારના અંક માં આપ વાંચશો...
જયુ પરીક્ષા ખંડમાં પોતાની પાટલી પર બેસી ને પોતાની જાતને કોસવા લાગ્યો. જયુની આંખો માંથી ટપકતા આંસુઓ સીધા તેની પાટલી પર પાડવા લાગ્યા, આંખો લાલ થી ગઈ હતી. પરીક્ષા શરુ થવાને માત્ર એક મિનીટ બાકી હતી. જવાબ પત્રની વહેચણી શરુ થઈ ગઈ હતી. જયુની પાટલી પાસે પરીક્ષક આવીને ઉભા હતાં છતાં જયુ નું તેનાપર ધ્યાન ન હતું, જયુની આંખો માંથી વહેતા આંસુઓ જોઈ પરીક્ષક બોલ્યા “ કેમ શું થયું? તૈયારીઓ નથી થઇ કે રાતનો ઉજાગરો છે? કે કોઈ તકલીફ થી રડે છો? ” હવે જયુ ન રહેવાયું પણ ગળા માંથી અવાજ નીકળતો નથી. એવા સમયે પરીક્ષા શરુ થવાનો સાંકેતિક ઘંટ વાગ્યો, જયુ એ આજુબાજુ વાળાના કાન ફાડી નાખે એવી ચીસ પાડતા બોલ્યો “વરુણ... I am Sorry...”
No comments:
Post a Comment