આપણા કોઈ મિત્રો કે સંબંધી જ્યારે કોઈ ધાર્મિક સ્થળે દર્શન કરવા ગયા હોય ત્યારે..
મિત્રો,સ્નેહીજનો, સ્વજનો કહેતા હોય છે.
"અમારા વતી દર્શન કરી લેજો.."
(આવું કહેવામાં હું પણ છું)
મારો હેતુ કોઈની શ્રદ્ધા ને હાની પહોંચાડવા નો નથી.
મુદ્દા ની વાત કરું..
સવાલો:
૧. દર્શને ગયેલા સ્વજન તમારા તરફથી દર્શન કરશે?
૨. કદાચ કરે તો તેનું પુણ્ય તેને મળશે કે તમને?
૩. તમને મળવાનું હોય તો ત્યાંથી તમારા સ્થાને કઈ રીતે પહોંચશે?
૪. પહોંચાડવું હોય તો શું કરવું?
ઉત્તર:
૧. કદાચ નહીં કરે..
૨. નહીં મળે..
૩. Wifi કનેક્ટિવિટી થી પણ દર્શન ના પુણ્ય તમને ન મળે.
૪. મહત્વ પૂર્ણ વાત જો તમને એ દર્શન ના પુણ્ય નો લાભ જોઈએ તો તમે તમારી આસપાસના મંદિરમાં જઈને તમારા સ્નેહી જે મંદિર ગયા તેનું ધ્યાન કરો. અને તમારી આસપાસના કોઈ જરૂરતમંદ વ્યક્તિ ની મદદ કરો દાર્શનિક પુણ્ય અને આનંદ બંને મળશે..
-સાચો
No comments:
Post a Comment