મારાં બધા બ્લોગ વાંચવા અહી ક્લિક કરો.
આપના અભિપ્રાય લખવાં માટે અહી ક્લિક કરો.
થોડા સમય માં ગુજરાતી સાથે હિંદી, મરાઠી અને
અંગ્રેજી માં પણ online ઉપલબ્ધ થશે.પાછળના અંકો આ જ બ્લોગ માં છે. આ વાર્તાનાં શબ્દો કે વાક્યો ભાષા અશુદ્ધિ જણાય તો ધ્યાન દોરવા વિનંતી. પ્રકાશકો નો સંપર્ક આવકાર્ય છે.
આપનો વિશ્વાસુ
-સાચો
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्
न ब्रूयात् सत्यमप्रियं।
प्रियं च नानृतं ब्रूयात्
एष धर्मः सनातनः॥
અર્થ: સત્ય બોલો, પ્રિય બોલો પરંતુ અપ્રિય સત્ય ન બોલો અને પ્રિય અસત્ય ન બોલો, આવી સનાતન રીતિ છે.”
“હું પણ આશા કરું છું કે આપ સત્ય બોલો.” જયુ બોલ્યો.
स्वगृहे पूज्यते मूर्खः स्वग्रामे पूज्यते प्रभुः
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते
અર્થ : પોતાના ઘરે મુરખાની પૂજા થાય, પોતાના ગામે પ્રભુની, દેશમાં રાજાની અને વિદ્વાન ની દરેક જગ્યાએ પૂજા થાય.
“કાલી ભલે ગુનેગાર હોય પરંતુ અંદરથી એક સારો માણસ છે.”જયુ ના પિતા બોલ્યા. “એ તો હું તેની વાત સાંભળી ને પછી નક્કી કરીશ કે તેનો સાથ આપવો કે નહિ ?” વરુણ બબડ્યો બધા સાથે ઘરમાં ગયો.
કાલી કાઈ બોલવાનું શરૂ કરે તે પહેલા તેને અટકાવતા જયુના પિતાજીએ કહ્યું “વાત શરુ થાય તે પહેલા હું બધાને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આજે સવારે જે થયું તે બધું ભૂલી ને બધા કાલી ની વાત સાંભળશો તો આપણા પૂર્વાગ્રહો નીકળી જશે, આપણા બાળકોની પરીક્ષા પણ નહીં બગડે અને આપણે સત્ય સમજી શકીશું.”
જયુ સહિત ઉપસ્થિત તમામ સ્તબ્ધ બની જયુના પિતા સામે તાકી રહ્યા, જયુના પિતાનું વાક્ય અધૂરું રહ્યું હોય તેમ લાગ્યું, અથવા અધૂરા વાક્યથી શરૂઆત થઈ હશે? ખેર હવે કાલી શું કહેવા માંગે છે તે સાંભળવાની બધાની ઉત્સુકતા વધી રહી હતી.
“હવે હું બોલી શકું ?” વરુણે વિચાર્યું કે કાલી નું પ્રથમ પ્રશ્નાર્થ વાક્ય અને એ પણ વિવેકી? આ કાગડાના મોઢામાં રામ ન હોય નક્કી કઈક ગડબડ છે. વરુણ સમય વેડફ્યા વિના બોલ્યો “ હા, પરંતુ એક શર્ત છે, જરા પણ ખોટું બોલશો તો વાત એજ સમયે વાત પુરી થશે. અને જે કાંઈ પણ બોલો તેમાં ભાષાની મર્યાદા હોવી જોઈએ. કોઈ પણ ધમકી સહન નહિ કરું. ”
“હા, વરુણ બરોબર કહે છે.” જયુ તેની શ્લોક બોલવાની આદત પ્રમાણે એક સંસ્કૃત શ્લોક બોલ્યો.
કાલી કાઈ બોલવાનું શરૂ કરે તે પહેલા તેને અટકાવતા જયુના પિતાજીએ કહ્યું “વાત શરુ થાય તે પહેલા હું બધાને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આજે સવારે જે થયું તે બધું ભૂલી ને બધા કાલી ની વાત સાંભળશો તો આપણા પૂર્વાગ્રહો નીકળી જશે, આપણા બાળકોની પરીક્ષા પણ નહીં બગડે અને આપણે સત્ય સમજી શકીશું.”
જયુ સહિત ઉપસ્થિત તમામ સ્તબ્ધ બની જયુના પિતા સામે તાકી રહ્યા, જયુના પિતાનું વાક્ય અધૂરું રહ્યું હોય તેમ લાગ્યું, અથવા અધૂરા વાક્યથી શરૂઆત થઈ હશે? ખેર હવે કાલી શું કહેવા માંગે છે તે સાંભળવાની બધાની ઉત્સુકતા વધી રહી હતી.
“હવે હું બોલી શકું ?” વરુણે વિચાર્યું કે કાલી નું પ્રથમ પ્રશ્નાર્થ વાક્ય અને એ પણ વિવેકી? આ કાગડાના મોઢામાં રામ ન હોય નક્કી કઈક ગડબડ છે. વરુણ સમય વેડફ્યા વિના બોલ્યો “ હા, પરંતુ એક શર્ત છે, જરા પણ ખોટું બોલશો તો વાત એજ સમયે વાત પુરી થશે. અને જે કાંઈ પણ બોલો તેમાં ભાષાની મર્યાદા હોવી જોઈએ. કોઈ પણ ધમકી સહન નહિ કરું. ”
“હા, વરુણ બરોબર કહે છે.” જયુ તેની શ્લોક બોલવાની આદત પ્રમાણે એક સંસ્કૃત શ્લોક બોલ્યો.
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्
न ब्रूयात् सत्यमप्रियं।
प्रियं च नानृतं ब्रूयात्
एष धर्मः सनातनः॥
અર્થ: સત્ય બોલો, પ્રિય બોલો પરંતુ અપ્રિય સત્ય ન બોલો અને પ્રિય અસત્ય ન બોલો, આવી સનાતન રીતિ છે.”
“હું પણ આશા કરું છું કે આપ સત્ય બોલો.” જયુ બોલ્યો.
વરુણ અને જયુની બેબાક વાત સાંભળી કાલી બોલ્યો “ ખોટું બોલવાનું કોઈ ઔચિત્ય નથી. હું તમારા બંનેની જેમ બહાદુર નથી કે બધું સત્ય બોલી શકું અને જે બોલું તેને તમે સત્ય માનશો હું એવું નથી માનતો. તમે બંને નસીબદાર છો કેમ કે તમારા પિતા તમારી સાથે ઉભા છે, હું જ્યારે તમારા જેવી તકલીફ માં હતો ત્યારે મારી સાથે કોઈ નહતું, ન માતા, ન પિતા, ન ભાઈ કે કોઈ મિત્ર, માત્ર એક નાનકડી આઠ માસની બહેન હતી અને ભૂખથી મરેલા મારા માતા પિતાનું તૂટેલું મકાન. હું અનાથ મારી અનાથ બહેન ને જીવડવા માટે ઘણી મથામણ કરતો રહ્યો, કાલે ભોજન મળશે કે નહીં મળે તેનાથી વધુ ચિંતા મારા પરિવારની અંતિમ નિશાની મારી બહેન જીવશે કે નહીં તેના માટે દૂધ ક્યાંથી લાવીશ? ક્યાં રાખીશ? ગરીબ હતો પણ સ્વાભિમાન થી જીવન જીવવું મારો નિયમ બન્યો. મુંબઇ જઇ રહેલા એક વાણિયાએ મારી બહેન અને મને તેના ઘરમાં આશરો આપ્યો. તેના બાળકો સાથે મારી બહેન નો ઉછેર થશે તે જાણીને મન નાચવા લાગતું. મને એક માતા અને ઘણા ભાઈઓ મળી ગયા, મારી બહેન ને પણ માતાનો પ્રેમ મળ્યો, કેમ ન મળે? મારી બહેનની આભા જ નિરાળી હતી સાક્ષાત દેવી નું સ્વરૂપ. ભાઈઓ સાથે મુંબઇ ગયો. સવારથી સાંજ સુધી મજૂરી કરીને પૈસા ભેગા કરતો, કેમ કે સાત પુત્રો ની માતાને મારી બહેન ને ભણાવવા ખર્ચ કરવો પડે એ દેવી દેવતા એ મને અને મારી બહેન ને સાચવ્યા તેના પર વધુ ભાર ચડાવવા નહોતો માંગતો, જોત જોતામાં અઢાર વિસ વર્ષો વીતી ગયા અને બહેન ના લગ્ન આ મહાશય સાથે કરી દીધા.
કાલીએ જયુના પિતા તરફ આંગળી ચીંધતા કહ્યું. ઘરમાં શાંતિ છવાઈ ગઈ, જયુ પણ નહોતો જાણતો કે કાલી ગઠિયો તેનો સગો મામા છે. જયુ ને મામા પણ છે? જયુ મામા ને ભેટવા ગયો પરંતુ તેના પિતા વચ્ચે આવીને બોલ્યા. “બેટા, આ ગુનેગાર સાથે તારી માતાનો કે મારો કોઈ સંબંધ નથી રહ્યો.” ખચકાટ અને આશ્ચર્ય સાથે જયુ અટક્યો.
“મારે જે કહેવું હતું કહી દીધું છે, તમારી બંને ની પરીક્ષા ખરાબ ન થાય તેનું પૂરું ધ્યાન રાખીશ પરીક્ષા પુરી થયા બાદ જો તમને મારા વિરુદ્ધ પોલીસ માં કોઈ ફરિયાદ કરવી હોય તો કરજો મને તકલીફ નથી. હરિયો તોપચી કે મારો કોઈ માણસ તમને કશું નહીં કરે મારા પર ભરોસો કરજો.”
“એ..ક.. એક મિનિટ તમે સાચે જયુના મામા છો તો મારા પણ મામા થયા, મેં આજ સુધી મામા શકુનિ અને મામા કંસ વિશે સાંભળ્યું હતું. તમે આ હરિયાના ભાઈ કઈ રીતે? વિક્રમને શા માટે મારતા હતા? હું જો તમારા હાથમાં આવી ગયો હોત તો મને પણ મારત? તમે ગુનેગાર નથી? એવા કયાં કારણો હતા કે તમારે દેશદ્રોહી અને ગુંડા બનવું પડ્યું? શુ હવે પુરી જિંદગી તમે આમ ગુંડા બનીને રહેશો?” વરુણ એક પછી એક તીખા પ્રહારો કરવા લાગ્યો.
થોડા સમય સુધી મૌન રહેલા કાલીએ ક્રોધિત થતા કહ્યું "તું હજી નાનો બાળક છો, હું ઇચ્છત તો પાંચ મિનિટમાં તારું અપહરણ કરી શકતો હતો પરંતુ હું ક્રૂર નથી. તારે સત્ય જાણવું છે ને? જણાવીશ અત્યારે માત્ર એટલું સમજી લે . એક એક કરીને મારા બધા કામ પુરા થઈ ગયા. બહેન ને ભણાવી સાસરે મોકલી, કામ વિના જિંદગી ફીકી બની ગઈ હતી, સત્યના માર્ગે ચાલવું અઘરું નથી છતાં મારા બધા સાથીઓ અડધા રસ્તે મને છોડીને જતાં રહ્યાં, જ્યારે મને પાળનારી મારી માતાએ પણ મારા પર શંકા કરી કે હું નીતિનો માર્ગ ચુકી ગયો, મારા પાસે ગુનેગાર બનવા સિવાય કોઈ બીજો રસ્તો બચ્યો ન હતો, મને એ વાત સમજાઈ કે ગુણગાન કરનારાઓ કેવલ અસત્ય નો સાથ આપે છે, મારી દેશ ભક્તિ બાબતે આજે પણ કોઈ આંગળી ચીંધી ન શકે. જે દેશ વિરુદ્ધ છે તે મારા વિરુદ્ધ છે. દશ વર્ષમાં અડધો ડઝન ખૂન કર્યા અને લૂંટ કરવામાં મેં શતક કર્યું છે આવા મારા પર આક્ષેપો છે.
આજે મારી સાથે રહેવા વાળા જેને તમે ગુંડા કહો છો તે પોલીસ થી વધુ ઈમાનદાર અને દેશ ભક્ત છે, દેશ દ્રોહીઓ માટે કાલ છું માટે જ હું કાલી છું. પ્રામાણિક અને દેશભક્ત લોકો માટે હું હજી પણ એજ રામ છું."
"આને તમારો ઘમંડ સમજુ કે કોઈ ચાલ?" વરુણ બોલ્યો.
"આને તમારો ઘમંડ સમજુ કે કોઈ ચાલ?" વરુણ બોલ્યો.
"પ્રત્યક્ષ ને પ્રમાણ ની જરૂર ન હોય. મારા એક એક રોમ અને રક્તના એક એક ટીપાં પર માં ભારતી નું નામ લખ્યું છે. મેં કોઈ ગુનો કર્યો નથી અને કોઈ ગુનો થયો હોય તો એ અપરાધોમાં જયુના પિતા એટલા જ જવાબદાર છે જેટલા મહાભારત ના યુદ્ધ માટે ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ. હું તને આજે એકજ સલાહ આપું છું. તું ભણીને સારા રસ્તે આગળ વધ મારા રસ્તે ન ચાલતો કેમ કે આ રસ્તે ચાલવામાં શરીર માંથી પ્રાણ અને આત્મા ની પણ છાલ ઉતરી જશે. તું વરુણ છો તો વરુણ ની જેમ રહે તારી એક ભૂલ તને મારી જેમ અજ્ઞાતવાસ માં ધકેલી દેશે.” વરુણની માતા તરફ જોઇને આગળ વાત કરતાં કાલી એ કહ્યું “માતા તમે ભૂલ કરો છો આ અંતિમ મોકો છે, વરુણ ને પાછો વાળો નહીતર અજ્ઞાતવાસ ના અંધકારમાં તે પણ મારી જેમ ખોવાઈ જશે અને ફરી એક રામ કાલી બની જશે.."
અત્યાર સુધી એકપણ શબ્દ વરુણ ની માતાએ બોલ્યો ન હતો પરંતુ વરુણ ના પિતાના મૌન પર અસહમતી દર્શાવી બોલી ઉઠી “રામ (કાલી) તું મારા ભાઈ જેવો છે પરંતુ હું તને એક સલાહ આપીશ તું સીધા રસ્તે પણ મા ભરતી ની સેવા કરી શકે અને વિક્રમ જેવા વ્યક્તિએ તારું શુ બગાડ્યું છે?”
“તમે અજ્ઞાતવાસ નાં અંધકારમાં વર્ષો પહેલા ખોવાયેલા મારા નામ નું ઉચ્ચારણ કરીને મને ભોળવી નહીં શકો. આ વિક્રમ જેવા લોકોને કારણે હું રામ માંથી કાલી બન્યો છું, હું રામ માંથી કાલી શા માટે બન્યો અને IPS ઓફીસર જેટલી લાયકાત ધરાવતો હરદેવ હરિયો તોપચી કઈ રીતે બન્યો તે વાત ઘણી લાંબી છે. અત્યારે રાત થઈ ગઈ છે બહેન આ વાત હું આપને ફરી ક્યારેક કરીશ.અત્યારે હું રજા લઉં છું. કોઈને ગુંડા મવાલી જેવી જિંદગી જીવીને પોલીસની ગોળી થી મરવાનો શોખ ન હોય. મારું એન્કાઉન્ટર થાય અને મારું પ્રાણ પંખીડું ઉડી જાય તો ફરી નહીં મળીએ. બાકી સત્ય ના માર્ગે આગળ વધી હું જે લડાઈ લડી રહ્યો છું તે લડાઈ મારા એકલા માટે નથી સમગ્ર સમાજના ભલા માટે છે અને એક વાત યાદ રાખજો કે મેં હજી સુધી એકપણ નિર્દોષ સામે આંગળી પર ઉચી નથી કરી. હું કોઈને મારીશ તેના થી વધુ મેં કોઈને માર્યો છે તેવાં ખૌફ થી વધુ લોકો મારાથી ડરવા લાગ્યા અને એ ડર દરેક દેશ દ્રોહી ની આંખમાં જોવા માંગુ છું. મારા પર વિશ્વાસ રાખજો વિશ્વાસઘાત નહિ થાય. ”પોતાનું વાક્ય પૂરું કરતા સાથે કાલી ઘરની બહાર નીકળ્યો અને બહારનાં અંધારામાં ગાયબ થઇ ગયો.
કાલીના ગયા પછી બધા થોડીવાર મનમાં ને મનમાં ઘૂંટાયા હોય તેવું લાગ્યું. કાલી પર ભરોશો કરવો કે ન કરવો એ મુજવણમાં એક એક કરી બધાં કોઈ ને કોઈ બહાના બનાવી ત્યાંથી નીકળી ગયા. માત્ર વરુણ અને જયુ એક બીજાના મોઢા સામે જોઇને બેઠા રહ્યાં.
-----xxx-----
બીજા દિવસ ની સવાર અને પરીક્ષનો સમય બંને મિત્રો ગઈ કાલે કશું બન્યું ન હોય તેવો દેખાડો કરતા ત્યાંથી કોલેજ જવા માટે રવાના થયા. જ્યા સુધી પરીક્ષા પુરી ન થઈ ત્યાં સુધી માત્ર ને માત્ર પરીક્ષા વિશે વિચાર કરવો તેવું નક્કી કરેલું અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સતર્ક પણ હતાં. પરીક્ષાઓ પૂરી થઈ. સાંજના સમયે પોલીસ ઇન્સ્પેક્ટર અને વિક્રમ વરુણ ના ઘરે પહોચ્યા. વરુણની માતાને નમસ્કાર કરી પૂછ્યું “વરુણ ઘરે છે? આવતી કાલે તેને કોર્ટમાં કાલી ગઠીયા અને હરિયા તોપચી વિરુદ્ધ કોર્ટમાં ગવાહી આપવા આવવાનું છે. તો આપની અનુમતિ હોય તો જરા મળી લઈએ.”
વધુ આવતા અંકે…
स्वगृहे पूज्यते मूर्खः स्वग्रामे पूज्यते प्रभुः
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते
અર્થ : પોતાના ઘરે મુરખાની પૂજા થાય, પોતાના ગામે પ્રભુની, દેશમાં રાજાની અને વિદ્વાન ની દરેક જગ્યાએ પૂજા થાય.
- એક દેશભક્ત રામ ખુંખાર ગુંડો કાલી કઈ રીતે બન્યો ?
- કાલી કયા અજ્ઞાતવાસ ની વાત કરતો હતો ?
- જયુને આજ સુધી તેના સગા મામા વિષે અજાણ કેમ રખાયો ?
- હરદેવ ઉર્ફે હરિયો તોપચી IPS ઓફીસર જેટલું ભણ્યો હોવા છતાં ગુનેગાર કઈ રીતે બન્યો?
- શું વરુણ કોર્ટમાં કાલી ગઠીયા વિરુદ્ધ બયાન આપશે?
હજારો સવાલો અને તેના હજારો રહસ્યો,
આ રહસ્યો વચ્ચે ફસાયેલા તરુણો,
નાની જિંદગીનાં મોટા સાહસની વાર્તાનો
નવો અધ્યાય વાંચતા રહેજો,
કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નથી હોતી,
બસ ૧૪ વર્ષ અજ્ઞાતવાસ માણતા રહેજો.
આ રહસ્યો વચ્ચે ફસાયેલા તરુણો,
નાની જિંદગીનાં મોટા સાહસની વાર્તાનો
નવો અધ્યાય વાંચતા રહેજો,
કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નથી હોતી,
બસ ૧૪ વર્ષ અજ્ઞાતવાસ માણતા રહેજો.
-સાચો
૨૨-૦૫-૨૦૧૮
૨૨-૦૫-૨૦૧૮
પ્રકરણ -3 : એકાંત (વિશ્વાસધાત)
પાછળનાં અંકો...
Copyright © 2017 by SAGAR
CHAUCHETA
All rights reserved
આ પુસ્તક નાં બધાં પાત્રો અને ઘટનાઓ
કાલ્પનિક છે, છતાં હું ચોક્કસ પણે કહી શકું કે આ વાર્તાના પાત્ર જેવા પાત્રો આપની
શાળા, કૉલેજ કે કાર્યક્ષેત્રમાં ડગલે ને પગલે જોવા મળશે, આ વાર્તાનાં પાત્રો અથવા
ઘટના નો સીધો કે આડકતરો સંબંધ મારા મિત્રો કે તેના જીવન અથવા જીવિત કે મૃત વ્યક્તિ
સાથે કોઈ સંબંધ નથી. છતાં પણ કોઈ આ વાર્તાનાં પાત્રો સાથે પોતાની સરખામણી કરે તો
તે મારું સૌભાગ્ય હશે કે હું મારી વાર્તાના પાત્રોને રૂબરૂ મળવા તત્પર છું.
મારી આ પુસ્તક નો કોઈ પણ ભાગ કોપીરાઈટ
હેઠળ છે, મારી લેખિત પરવાનગી વિના આ પુસ્તકનો કોઈપણ ભાગ છાપવો કોપી કરવો કે
મુદ્રિત (ઇલેક્ટ્રોનીક્સ, મિકેનિકલ, પ્રિન્ટ ફોટોકોપી, રેકોર્ડીંગ કે અન્ય કોઈપણ
માધ્યમ દ્વારા) કરવો એ સાયબર ક્રાઈમ અને કોપીરાઈટ નાં નિયમોનું ઉલ્લંઘન ગણવામાં
આવશે.જે એક સજા પાત્ર ગુનો બને છે.
આ પુસ્તક સંપૂર્ણ ઓનલાઇન આવૃતી છે.
કૃપા કરી નૈતિકતાનાં મૂલ્યોનું અને અધિકારોને આપનું સમર્થન પ્રશંસાપાત્ર છે.
આ પુસ્તકના બધા અંકો દર સોમવારે મારા
ફેસબુક અને બ્લોગના માધ્યમથી પ્રકાશિત કરુ છું. ફોટો, ટાઈપીંગ અને રચના સંબંધીત કે
ભાષાશૈલી નવા વાચકોને રસ જગાવવા માટે મેં બનાવી છે. આપનાં અભિપ્રાયો થી મારું લેખન
વધુ સારું બનશે. માટે આપના અભિપ્રાય જણાવતાં રહેજો
e-mail:
sagar.chaucheta@gmail.com
“ મારા
માતા-પિતા, પરીવાર, મારા મિત્રો, મેં જેને વાંચ્યાં છે તેવાં વિશ્વનાં
મહાન લેખકો, જેણે કોઈપણ પ્રકારે મને આ પુસ્તકમાં મદદ કરી તેવાં મારાં
હિતચિંતકો, કોર્પોરેટ કંપનીઓમાં શ્રમદાન કરતાં કર્મચારીઓ, જેણે અક્ષર જ્ઞાન થી લઇ
જીવન જ્ઞાન આપ્યું તેવાં મારા ગુરુઓ અને હજારો સુરવીરો જેનો ખોલો ખુન્દયા તે માતૃ
ભૂ માતા ભારતી ને અર્પણ ”
પ્રસ્તાવના
દરેક વ્યક્તિ જન્મથી કોઈ એવી કળા સાથે જન્મે છે જે માત્ર તેનામાં
હોય. ભગવાને મગજ દરેક મનુષ્ય ને આપ્યું છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે
કરવો તેની આવડત માં અસમાનતા હોય છે. જન્મથી કોઈ મહાન નથી
થતું કર્મ થી તે મહાન થાય છે આવું નાનપણ થી આપને બધા
સંભાળતા આવ્યા છીએ. મારી આ વાર્તા નો નાયક વરુણ જે આ કહેવત માં એકદમ
બંધ બેસે છે.
હજારો વર્ષો પહેલા ભગવાન શ્રીરામ ને ૧૪ વર્ષ નો વનવાસ મળ્યો હતો
વનવાસ બાદ રાવણ નામના એક દંભી, અહંકારી રાક્ષસ નો
વધ કર્યો. રાવણનાં વધ માટે ભગવાન શ્રીરામ, લક્ષમણ અને માતા
સીતાએ ઘણી તકલીફો ભોગવી. તેમની પાસે ભરત જેવો ભાઈ હતો જેથી તેમને
વનવાસ બાદ પણ પોતાનું સર્વસ્વ મળી ગયું. તે ત્રેતા યુગ હતો, દ્વાપર યુગ માં પણ
પાંડવો સાથે આવુજ કૈક બન્યું હતું દ્વાપર યુગ માં પાંડવો જુગાર માં
પોતાનું સર્વસ્વ હારી ગયા અને માતા તથા પત્ની સાથે અજ્ઞાતવાસ ભોગવવો
પડ્યો. અજ્ઞાતવાસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ નાં સહકાર થી તેમણે પોતાના ભાઈઓ
સાથે મહાભારત નું યુદ્ધ જીતી અને ખોવાયેલું સર્વસ્વ મેળવ્યું.
આધુનીકરણ અને ડીજીટલ માધ્યમો ના આ સમયમાં લોકો ફેસબુક, વોટ્સઅપ અને ઘણા
સોસીયલ મીડિયાના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે થી માહિતીની આપ-લે
કરી શકે છે અને ઘણી વખત માત્ર એક થી બે દિવસમાં તે વિશ્વ
વિખ્યાત પણ થઇ જાય છે. પરંતુ આ સમગ્ર માધ્યમોથી
દુર રહેવાનો સંકલ્પ લઇ ને પોતાની બધી ઇચ્છા અને ઓળખ છુપાવી રાખનાર કોર્પોરેટ
જગતમાં પાયાના પથ્થર જેવા અસંખ્ય અજ્ઞાતવાસ ભોગવતા લોકો માંથી એક એવો વરુણ
પોતાની ધનવાન અને પ્રતિષ્ઠા વાન બનવાની ઈચ્છા અધુરી છોડી આંશિક ધન પ્રાપ્તિ
માટે એક કંપનીમાં નોકરી કરે છે, તે દરમિયાન તેણે અજ્ઞાતવાસ
સ્વીકાર્યો બસ એજ તેની જિંદગી નો 14 વર્ષનો અજ્ઞાતવાસ મેં આ વાર્તામાં રજુ કરવા નો પ્રયત્ન કર્યો છે.
૧૪ વર્ષનાં આ
સમયને પાછો લાવવા માટે વરુણ અલગ અલગ કિમીયાઓ થી સમય સાથે યુદ્ધ માં ઉતરે છે અને અંતે સમય સાથે ના યુધ્ધમાં તેને સફળતા મળે
છે કે નિષ્ફળતા તે આગળ આવતા અંકે..
પ્રકરણ-૧ :
વ્યક્તિત્વ
દરેક વ્યક્તિને પોતાનું સારું અથવા ખરાબ સમજવાની શક્તિ બુદ્ધિ
જન્મજાત મળે છે. એજ પ્રકારે કળા, વિજ્ઞાન અને જુગાડ
કરવાની ક્ષમતા જન્મજાત મળે વરુણને કળા, વિજ્ઞાન અને જુગાડ ની ક્ષમતા બીજા કરતા
થોડી વધુ મળી હતી. જુગાડ એવો કે જે ગુંદર ના મળે તો
ચિંગમ થી પણ ચિપકાવી નાખે, કળા તો તેનામાં બધા વિષયો ની ભરી હતી ગાવું,
વગાડવું, નાચવું, ભાગવું બધું. તો આવો વરુણ ના વ્યક્તિત્વ ની લાક્ષણિકતાઓ જોઈએ.
આ વાત છે વરુણ ના કૉલેજ સમયની જ્યારે વરુણ લગભગ ૧૭ વર્ષ નો
હતો. તેના ચહેરા પર દાઢી નહોતી આછી આછી મૂછ તેના લાંબા
પાતળા હોઠ ઉપર ધનુષ્ય ની જેમ હતી. હજી દાઢી નહોતી
એટલે જ્યારે તે હસતો તેના ગાલ પર બંને તરફ ખાડા પડતા અંગેજી લોકો જેને ડિમ્પલ
કહે તે સ્પષ્ટ દેખાતા. નાક નમણું પણ કાન થી બમણું, આંખો માં આશા દેખાતી, બંને નેણ ની વચ્ચે લંબગોળ ચાંદલો કરતો,
ખિસ્સામાં દાત ખોતરવા ની સળી રાખતો, દાત થી નખ ખવાય
જાય એટલે સળીથી દાત ખોતરવા નું શરૂ.
ભગતસિંહ અને
ગાંધીજી બંને તેના પસંદગી ના પાત્રો શોખ માટે ક્યારેક ભગતસિંહ જેવી હેટ પહેરે
ક્યારેક ગાંધીજી જેવા ચશ્માં.
વરુણ માનવ જાતી નું એવું વિચિત્ર વ્યક્તિત્વ હતું કે તેના સર્જન
કરતાં એટલે કે તેના માતા-પિતા સિવાય એક મિત્ર જયુ જ
તેની વાત સમજી શકતો. કળા અને વિજ્ઞાન માં સમાન રસ હોય
તેવો આ પહેલો નમૂનો જેણે એડમિશન આર્ટસ માં લીધેલું પરંતુ વિજ્ઞાન ની
ફિજીકસની લેબમાં મળે. લેબ માં કઈ વસ્તુ કયા મુકેલી છે તેની ખબર પ્રોફેસર કરતા વધુ વરુણ ને ખબર હોય, કોલેજો માં રેગીંગ
ની ઘટના બનતી રહેતી પરંતુ વરુણ એન્ટી રેગીંગ હતો, એક વખત એક સિનિયર
છોકરાએ વરુણ નું રેગીંગ કરવા એક માળ થી
છલાંગ મારવાનું કિધુ છલાંગ તો મારી પણ સાથે એ સિનિયર ને પકડીને બહાદુરી
કરતાં બુદ્ધિ ને વધુ મહત્વ આપે. વાત કરવામાં કોઈનો વારો ન આવે અને તેના કામ
માં કોઈ આડો ન આવે.
ખિસ્સામાં ટેસ્ટર અને પેન બંને રાખે જે પોતે બનાવી હતી. વિજ્ઞાન અને
આર્ટસ ના બધા વિદ્યાર્થીઓ,સ્ટાફ અને પ્રોફેસર નો પ્રિય બધાં તેની વાત માને અને જે ન
માને તેને મનાવી ને માને.
વરુણ વિના કૉલેજ માં દિવસે અંધારા હોય કેમ કે બધી ટ્યુબલાઈટ ના
સ્ટાર્ટર અને પંખાના રેગ્યુલેટર થેલામાં લઈને ફરતો હોય, વિચારો અને સવાલો
દર મિનિટે બદલાય એવીજ રીતે તેના શોખ પણ બદલાય.
લોકો ને સંગીત નો શોખ હોય વરુણને પણ હતો પણ રોજ વાજિંત્ર બદલાય
જાય કોઈ દિવસ વાંસળી તો કોઈ દિવસ તબલા કોઈ દિવસ હાર્મોનિયમ, ક્યારેક તંબુરો પણ
વગાડી લેતો. સહુથી સારું જો કોઈ વાજિંત્ર તેને સારું ફાવે તો તે
મંજીરા હતા, એવી જ રીતે ગાવાનો પણ
જબરદસ્ત શોખ જ્યારે તે ગીત ગાતો ત્યારે લોકો ધ્યાન ન આપતા. વરુણ બેસુરો નહોતો
પણ થોડા સુર ની સમજ નહોતી પડતી.
કોઈ દિવસ તેને વાંચન નો શોખ થાય અને વાંચન નો શોખ થાય એટલે
પુસ્તકાલયમાં જઈને સવાર થી સાંજ સુધી પુસ્તકો ફેંદવા લાગે
પુસ્તકાલયમાં રાખેલા બધા પુસ્તકો વાંચે કે ન વાંચે
પરંતુ કયું પુસ્તક કોણે લખ્યું અને ક્યાં રાખેલું છે તે ખબર જરૂર હોય.
વરુણ નું માનવું હતું કે પુસ્તકો અલમારી ની સજાવટ નથી તેને બંધ તિજોરી માં
રાખવા એટલે લુપ્ત થતા પશુઓ નો પ્રાણીસંગ્રહાલય. પુસ્તકો પણ શ્વાસ લે છે. તેને
કાચના કબાટમાં બંધ ન રાખો વાંચતા રહો, વાંચશો નહીં તો તે મરી જશે, એક દિવસમાં હજારો
પુસ્તક વાંચવાની ક્ષમતા તેનામાં નહતી પરંતુ હજારો લોકો ને એક
એક પુસ્તક વાંચવવા પ્રેણના જરૂર આપી શકતો.
સમય વિશે પણ તેના વિચારો આવા હતાં,ગયેલા સમય ને પાછો
નથી લાવી શકાતો અને વર્તમાન ને ભૂતકાળ બનતા પણ સમય નથી લાગતો,
વર્તમાન ને બ્રેક નથી મારી શકાતી, સમય ખોબામાં ભરેલા
પાણી જેવો છે. સમય જો કોઈના માટે ન રોકાતો હોય તો આપને સમય માટે કેમ
રોકાવાય? ભૌતિક વિજ્ઞાન ની પ્રયોગ શાળામાં લોકો ધ્વનીની ગતિ પ્રકાશની ગતિ પર વાતો કરતા પણ આ પ્રાણી સમયની ગતિ કરતા
વધુ કેમ આગળ વધાય તેના માટે નાં નિષ્ફળ પ્રયોગ કરતો રહેતો. દરેક
નિષ્ફળતા થી એક સફળતા મળે તે સમય થી વધુ
આગળ વધવા માટે સતત કાર્યરત રહેતો. લોકો ટાઈમ મશીન ની વાતો કરતા પરંતુ
તે ટાઈમ મેનેજમેન્ટ ની માટેજ તો કોઈ પણ કાર્યક્રમ માં તે સમય થી પહેલા
પહોચતો. ખેર આ સમય સાથે રમત માં ક્યારેક જીત તો ક્યારેક હાર મળતી રહે છે. વરુણ
હાર માનતો નથી અને સમય સાથે જીતી શકતો નથી અને હાર માનશે નહિ.
વરુણ ની યાદ
શક્તિની વાત કરીએ તો ઈતર વાંચન અને પ્રવૃત્તિ નું બધું યાદ રહે પરંતુ
પરીક્ષાલક્ષી વાંચન પરીક્ષા ખંડ માં પહોચતા સ્વાહા થઇ જાય, જેમ કર્ણ ને તેના ગુરુ ભગવાન પરશુરામે શ્રાપ આપ્યો હતો કે તારું
જ્ઞાન તારા જીવનની છેલ્લી પરીક્ષા સમયે જતું રહેશે તેમ વરુણ નું પણ
વિના શ્રાપે આવુજ કઈક હતું. પરંતુ તે એટલું જરૂર માનતો કે
ઉતાર્વાહી નું એક પાનું સારા અક્ષરે લખો એટલે
એક માર્ક્સ તો મળશે. બીજું શું જોઈએ પાસીંગ માર્ક ૫૦ પાના ભરી નાખે અને પાસ
થવા જેટલા માર્કસ મળે.
અસ્ત વ્યસ્ત પણ
ખાદી ના કપડામાં વરુણ ગાંધીજી જેવા ચાસમાં પહેરે, તો ક્યારેક કોટ પહેરે માથે ભગત સિંહ જેવી હેટ પહેરે, સમય અને સ્થાન ને
અનુરૂપ વેશભૂષા માં હોય, જેવી વેશભૂષા ધારણ કરે તેવી ચાલ ચાલે
પગમાં મોજડી કે બુટ ન પહેરે પણ સાદા
દેશી ચપ્પલ તેનો પદવેશ, ચપ્પલની ડટ્ટી તૂટી જાય તો પણ સેફટીપીન ભરાવીને
તેને જીવતી રાખે. આવું તે એટલા માટે નહોતો કરતો કે તેના પાસે નવા ચપ્પલ
લેવાના પૈસા નહોતા, કોલેજ ની રજાઓ ના સમયમાં કોઈના ઘરે વાયરીંગ કે
પ્લમ્બરીંગ કરી ને પૈસા ભેગા કરતો. જે કાઈ પણ કરતો તે દિલથી કરતો નહિ તો
મોઢાપર ના કહી દેતો, તેને પોતાની વેશભૂષા ને એક ફેશન બનાવી
રાખી હતી, ઘણા વિદ્યાર્થીઓ તેની આ વેશભૂષા કોપી કરતા તો ઘણા તેના પર
હસતા, વરુણ ને તે વાતનો ફરક નહોતો પડતો કોઈ શું વિચારે છે.
શિયાળાના સમયમાં
શર્ટનું ઉપરનું બટન બંધ કરી ને ક્યારેક બંડી તો ક્યારેક કોટ ક્યારેક શાલ
તો ક્યારેક ગોદડું પણ ઓઢીને કોલેજ આવતો, કેવળ દેખાવ નહિ વેશભૂષા પ્રમાણે
તેનું વર્તન પણ ખાદીના શર્ટ ઉપર બંડી પહેરે ત્યારે એકદમ નેતા લાગે,
તેનામાં ભાષણ આપવાની કળા, વિનયીવાણી, સાદગી, મોહક અવાજ, સમય સુચકતા, લોકપ્રિયતા,
હાજર જવાબી નેતા બનવાના બધા ગુણો હતા માટે લોકોએ પરાણે કોલેજનો જનરલ
સેક્રેટરી બનાવી દીધો હતો પરંતુ તેને નેતાની જેમ ખોટું બોલતા
કે છલ કપટ, ભ્રષ્ટાચાર, અહંકાર આવું કાઈ નહોતું. પણ નેતાઓ રાખે તેવો PA એટલેકે આસીસ્ટન્ટ
તેનો મિત્ર જયુ જરૂર હતો, વરુણ સહુથી વધુ તેના મિત્ર જયુ ને પસંદ કરતો. જયુ
પર આંધળો વિશ્વાસ અને જયુ પણ નૈતિકતા વાળો કાઈ ખોટું ન થવા દે, વરુણ નેતા તો જયુ
તેની નેતાગીરી. જયુ અને વરુણ ની જોડી પેન્ટ અને શર્ટ જેવી જોડી
હતી. જયુ નું માનવું હતું કે ‘એકજ માતાના કુખે જન્મેલા ભાઈ કે બહેન એક બીજાના
પુરક હોય એટલે કે એક માં ૩૦ ટકા દિમાગ તો બીજામાં ૭૦ ટકા દિમાગ,
જે બાળક ૭૦ ટકા દિમાગ વાળો હોય તે પિતાને વહાલો હોય અને ૩૦ ટકા દિમાગ વાળો હોય તે માતા ને પ્રિય હોય, પરંતુ મિત્રો માં
એવું નથી હોતું મિત્ર આપણા જેવો જ મળે જેટલા ટકા તમારું
દિમાગ ચાલે તેટલા ટકા મિત્ર નું તો જ મિત્રતા થાય,
વરુણ તેમાં અપવાદ હતો.’
વરુણ ને મિત્રો
બનાવવા અને મિત્રતા નિભાવવા નો આનંદ આવતો. જે મળે તે મિત્ર પોતાનો મિત્ર
બનાવવા ની આવડત, જે વરુણ નો મિત્ર બને વરુણ તેને વર્ષમાં એક વખત તો મળીને જ જંપે. જન્મદિવસ હોય કે કોઈ દુખનો સમય વરુણ
તેના મિત્ર પાસે ન હોય તવું ન બને. શાળા ના સમયમાં બનેલા
હજારો મિત્ર તેને મળવા ઉત્સુક રહેતા, જન્મદિવસ માં કોઈ
મળવા આવે કે નહિ પણ વરુણ મળવા જરૂર આવશે તેવી આશા રહેતી. વરુણ તેને
આશા પૂરી પણ કરતો.
હવે આપને થશે કે આ
દ્વાપર, ત્રેતા કે સાત યુગ તો નથી કે આવો સર્વગુણ સંપન્ન પરોપકારી
આટલા ગુણો વાળો સજ્જન જેના હું આટલા વખાણ કરું છું, શું તેનામાં કોઈ દુર્ગુણ નહિ હોય આવું આપ વિચારતા હશો, દુર્ગુણ વગર નો
માણસ હોય શકે ખરો? કલિયુગ માં શક્ય નથી, હવે વરુણ ના
દુર્ગુણ ગણાવું છું ધ્યાન આપજો.
માણસ સ્વચ્છ કપડાં
પહેરે પણ એક અઠવાડિયા સુધી નહાવાનું નામ નહિ, શિયાળામાં આ કાર્યકાળ બમણો થઇ જાય, અલગ અલગ નાસ્તાનો
શોખીન પણ બીજાના પૈસાથી ફિલ્મો પણ જોવી ગમે પણ
બીજા બતાવે તો, પરફ્યુમ ની આદત પણ ખરીદીને નહિ ઉધાર માંગીને, ઓડકાર કે પાદ કે
છીક અવાજ તો આવે, જમવા બેસે કે નાસ્તો કરવા કોઈ ભૂલથી પણ તેની
થાળી માં હાથ નાખે એટલે થાળી નો છુટ્ટો ઘા કરે. કોઈ પણ કામ વખતે તેને બોલાવો
તો જવાબ ન આપે.
વખાણ કોને ન ગમે ?
વરુણ ને પણ કોઈ વખાણ કરે તે ખુબ ગમે, તેના પાસે કામ કરાવવું હોય તો
તેના વખાણ કરો એટલે થઇ જાય, વખાણ કરી ને કોઈના સાથે જગડો કરાવો તો પણ કરી
લે, પોલીસ અથવા એમ્બ્યુલન્સ ને PCO ના ડબ્બા માંથી રોંગ કૉલ પણ કરે. વધુ
પડતું નથી લાગતું ને ? નાં વધુ પડતું નથી ટીખળી ખોર એવો કે ભેસ ને તબેલા
માંથી છોડી આવે અને કૂતરાની પૂછડીએ ફટાકડા બાંધે.
હવે તમને એમ થશે
કે આ વરુણ વરુણ વધુ થાય છે, કરવું પડે મિત્રો કેમ કે આપની આ વાર્તાનો નાયક ગણો કે
ખલનાયક વરુણ જ છે,
વરુણ નાં જીવન નું
એક લક્ષ્ય હતું પ્રસિદ્ધ થવું અને ધનાઢ્ય બનવું. ધનાઢ્ય બનવાનો વિચાર તેને
ત્યારે આવ્યો જ્યારે તે નાનો હતો અને તેના પિતાજી સાયકલ પાછળ ણી માતા અને
આગળ વરુણ ને બેસાડી ને જતા હતા ત્યારે કોઈક વખત ટાયર માં પંચર રીપેર કરવાના
પણ પૈસા ન હોવાથી તેના પિતાજી તેને ચલાવી ને લઇ જતા, વરુણ જીવન અને
જીવન ધોરણ બંને નો અર્થ જાણતો હતો પણ કોલેજ પૂરી થાય અને નોકરી ન લાગે
ત્યાં સુધી લાચારી અનુભવતો હતો. તેનો મિત્ર જયુ તેને ઠંડા કાળજે વિચારવાની
સલાહ આપતો તે સલાહ વરુણ ને જરાય પસંદ ન હતી.
વાત વાતમાં વરુણ
એમ કહેતો કે દોસ્ત જ્યારે “હું મરીશ ત્યારે હું ખુબ ધનવાન હઈશ” આ વાત તેણે
માઈક્રોસોફ્ટ ના સંસ્થાપક બિલગેટ્સની એક પુસ્તકમાં વાચી ત્યારથી તેનાં
મગજમાં ઘર કરી ગઈ હતી. આ વાત જ્યારે પણ વરુણ કરે ત્યારે જયુ પાસે પણ એક રટેલી
વાર્તા હતી.
‘એક પુજારી હતો,
પુજારી નું ગામમાં ખુબ માન હતું પુજારી એ એક કુતરો પાળેલો હતો. કોઈ મંદિરમાં આવે ત્યારે પુજારી નાં કુતરા ને બટકું
રોટલો નાખતા જાય અને તેનાથી પુજારી અને કુતરો બંને ખુશ,
થોડા સમય બાદ કુતરો મારી ગયો કુતરો મારીગયા ના સમાચાર
ગામમાં ફેલાઈ ગયા આખું ગામ કૂતરાનો ખરખરો કરવા મંદિરે પહોચી ગયુ,
પુજારી ને થયું કે મારા કુતરાના મારવા પર આખું ગામ આવતું હોય તો જ્યારે હું મરીશ ત્યારે તો મારા શરીરને ગામવાળા સોનાની
પાલખીમાં બેસાડી ને સરઘસ કાઢશે,ચંદન નાં લાકડા થી
મારો અગ્નિ સંસ્કાર થશે. આવા વિચારોમાં ને વિચારોમાં
આત્મહત્યા કરી. ગામના લોકો તો શું ગામનું કુતરું પણ ન આવ્યું
તેને પોલીસે બિનવારસી શબ ની જેમ અગ્નિદાહ આપ્યો’
જયુની વાતનો
ભાવાર્થ હતો કે વધુ સારું મળશે નાં ચક્કરમાં છે તે પણ જતું રહેશે, ભાવાર્થ વરુણ
સમજતો હતો પણ એક વાત હતી તેને પૂરો વિશ્વાસ હતો કે જ્યારે તે મરશે
ત્યારે એકાદ લાખ લોકો તેની અંતિમ યાત્રા માં હશેજ. ખેર છોડો તે વાત હજી તો
વાર્તા શરુ થઇ છે ને વરુણ ની મરવાની પણ વાત થઇ ગઈ.
વરુણ વિષે કોઈનો
અભીપ્રાય પૂછવામાં આવે તો બે જવાબ મળતા કોઈ તેને જીનીયસ માને તો કોઈ તેને
ગાંડો કેમ ન હોય? આજ સુધી બધા જીનીયસ ને લોકો ગાંડા માનતા આવ્યા છે, આ ગાંડો જીનીયસ હતો. કોઈ તેને કઈ પણ કહે તેને કોઈ ફરક નહોતો પડતો કેમ કે તે ગઈ કાલની આવતીકાલમાં માનતો એટલેકે આજ માં
જીવતો.
અરે હા !!
આ ગાંડા ના
ચારિત્રય વિષે તો આપને કહેવાનું ભૂલી ગયો, તેના ચારિત્ર્યની વાત કરું તો કોઈ
છોકરીઓ પટાવવી કે કોઈની લાગણીઓ સાથે ચેડા કરવા આવું તેને જરાય પણ પસંદ નહોતું,
કોલેજની છોકરીઓ વરુણ ને પ્રેમ થી વરુણ ભાઈ કહે તો પણ વરુણ ને જરાય
ખોટું ન લાગે, તેની ચિત્ર કળા અને લેખન કળા ને કારણે તેની આસપાસ છોકરીઓ નું ટોળું રહેતું અરે તે તો છોકરીઓ ને મહેંદી
પણ મૂકી આપતો અને પ્રેમ પત્ર પણ લખી આપતો પોતાના માટે નહિ કોઈ વ્યક્તિ
બીજી વ્યક્તિને પ્રેમ કરે તો તેમાં સહાયક થવું તેમ માનતો
પ્રેમ પત્ર લખી આપવાના પણ મફત કાઈ નહિ.
કોઈ પણ વ્યક્તિ નો
ગુસ્સો વરુણ એક મીનીટમાં ઉતારી દેતો પણ વરુણ નો ગુસ્સો ઉતારવા જયુ જોઈએ. બધા
તેનાથી ખુશ રહે.
વરુણ જેવા આંબાઓ
ક્યાંક જ પાકે જેના ફળ નીચા, નીચા આંબા નો એક ફાયદો કોઈ પથ્થર ન ફેકે એટલે
કે તેના કોઈ શત્રુ ન હોય પણ આવા આંબાના માલિક તેના શત્રુ હોય તેના હજારો
મિત્રો માંથી જ તેના શત્રુ હતા.
હવે આવ્યો પરીક્ષા
નો વારો આજથી ધોરણ ૧૦- અને ૧૨ નાં વિદ્યાર્થીઓ ણી પરીક્ષાઓ શરુ થઇ
રહી છે માટે પ્રકરણ-2 ની વાત પણ સાથે જોડી દઉં છું..
---- XXX ----
કોલેજ ના છેલ્લા વર્ષની પરીક્ષાઓ શરુ થઇ હતી. ૯ વાગે
પરીક્ષા નો સમય વરુણ પોતાના ઘરે થી જયુ સાથે સાયકલ પર જયુ
સાથે કોલેજ જવા રવાના થયો, ઘરથી થોડે દુર ચાર રસ્તા પર
પહોચ્યા ત્યાં બે લોકો એક વ્યક્તિને લાકડીઓ વડે ઢોર માર મારતા હતા.
વધુ આવતા સોમવારે..
- 2(અ) -
પ્રકરણ -૨: પરીક્ષા
માર્ચ મહિનો શરુ થઇ ગયો હતો. માર્ચ મહિનો વિદ્યાર્થીઓ અને
વ્યાપારીઓ બંને માટે મહત્વનો છે. પરીક્ષાઓને માત્ર ગણતરીના
દિવસો બાકી હતા. કોલેજ કેન્ટીનમાં નવરાશ અનુભવતા
વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હતી. જયુ અને વરુણ બંને કેન્ટીનના એક ટેબલ
પર બેઠા હતા, ચા ની ચૂસકી અને ટેબલ પર ભાવનગરી ગાઠીયા આજે વરુણે સફેદ કુર્તો અને કાળું જીન્સ પહેરેલું હતું,
હાથમાં ઘડિયાળ અને ગળામાં એક
રુદ્રાક્ષ એક હાથમાં ચા નો કપ અને બીજો હાથ ચહેરા ની આછી દાઢી અને હોઠ પર ધનુષ્ય જેવા આકારની મૂછો ને ચપટી વડે મરોડવામાં
વ્યસ્થ હતો. તેની સામેના ટેબલ પર જયુ એક હાથમાં છાપું અને બીજા હાથમાં
ચા નો કપ જયુ જીન્સ અને ટીશર્ટ નો શોખીન પણ આજે તે ફોર્મલ પેન્ટ
શર્ટ પહેરીને છાપાં માં ધ્યાન લગાવી કોઈ
ખબર વાંચતો હતો.
હા... અહહ.. છી…
જોરથી વરુણે છીંક
ખાધી.
જયુ ને વરુણ ની
છીંક થી કોઈ ફરક ન પડ્યો, તે તો છાપામાં મુન્ડી નાખીને વાંચતો રહ્યો.
વરુણે જયુ પાસેથી
છાપું ખેંચી લીધું. જયુ છાપું વાંચવામાં એટલો મગ્ન હતો તેણે જોરથી બોલ્યો “ શુ યાર
મગજનું દ...હી..”
“અરે... આ શું કર્યું??? હા હા હા..”
“છાપું નો ફાડતો વરુણયા...
નય… નય...”
“વાંચવાનું બાકી
હતું યાર..”
વરુણે આટલી વારમાં
છાપાનો કાગળ ફાડી લીધો અને છીંક ના કારણે સફેદ શર્ટ પર ઢોળાયેલી ચા સાફ કરવા
લાગ્યો..
જયુ “તને કીધું નો
ફાડતો બાકી હતું, યાર તો સાવ જંગલી જેવો છો..”
વરુણ “ આલે બે
રૂપિયા ઓલાને આપી દે..”
જયુ “તે છાપું
ફાડયું તું દઈ આવ..”
વરુણ “છાપા ના નથી
ચા ના છે..”
જયુ “છાપાનાં કોણ
આપશે?”
વરુણે છાપાનાં
કાગળ થી કાચ સાફ કરતા છોકરા તરફ આંગળી ચીંધી કહ્યું “ઓલો શુ કરે છે?”
જયુ “એ જુનું
છાપું છે પસ્તી છે..”
વરુણ “ આ છાપું
કાલે પસ્તી બની જશે.”
જયુ “પણ આજે તો
છાપું છે ને પૈસા દેવા પડશે.. તું મગજ મારી ન કર, પૈસા આપ.”
વરુણ “આજનું છાપું
આવતી કાલની પસ્તી છે.. સાચું કે ખોટું?”
જયુ “તું મને ગોળ
ગોળ ફેરાવમાં.. પહેલા શર્ટ સાફ કરી આવ અને આવતી વખતે પૈસા આપતો આવજે..”
વરુણ “આજનું છાપું
આવતી કાલે પસ્તી બની જશે, પણ પુસ્તકો ક્યારેય પસ્તી થતા નથી.છાપા અને
પુસ્તક માં ઘણું મોટું અંતર છે.. છાપું પસ્તી બની જાય છે પુસ્તક આપણને
પસ્તી બનતા અટકાવે છે.”
જયુ “બાબા વરુણદેવ
નું ભાષણ શરૂ થાય છે. તું જા છો કે બચેલી ચા તારા પર રેડી દઉં?”
શાંતિથી જાય તો
વરુણ નહીં. છાપાનાં વધેલા પાના નું ભૂંગળુ બનાવી ને સાથે લેતો ગયો.
થોડીવારમાં વરુણ
આવ્યો
જયુ “આ શર્ટ ક્યાં
થી લાવ્યો ?”
વરુણ “ એજ શર્ટ
છે..”
જયુ “ તું ખરેખર
ગાંડો છો.. બે ટીપાં પડ્યા હતાં, ધોયો હોત તો નીકળી જાત..”
વરુણ “ધોઈને જ
પહેર્યો છે. મને એમ કે કેરોસીન છે. નીકળી જશે.. પેપ્સી બ્લુ કલરની ક્યારે આવી એ
નહોતી ખબર..”
જયુ “તું પેપ્સી
થી શર્ટ ધોઈ આવ્યો..? હાલ ઘરે કીડીઓ ચડશે.. એક તો તું ન્હાતો નથી ને પેપ્સી?
માખી અને કીડી મુકશે નઈ તને..”
વરુણ “ જરૂર નથી
સૂંઘી લે સુગંદ આવે છે કે નઈ?”
જયુ “વાસ કહેવાય
આને, ફીનાઇલ જેવી વાસ આવે છે.. સાચું કે શું ધંધા કરી આવ્યો અંદર?”
વરુણ “ચા નો દાગ
કાઢવા માટે કેરોસીન જેવી પેપ્સી લીધી તેનાથી આખો શર્ટ ધોયો પછી ખબર પડી કે આ
પેપ્સી છે. પેપ્સી ને કાઢવા માટે ફીનાઇલ લીધું એક ઢાંકણું ફીનાઇલ
નાખી તો પણ ન ગયું એટલે મેં ચાય પત્તી ને ગરમ પાણી માં ઉકાળી ને આખા
શર્ટને ધોઈ નાખ્યો. અને તપેલી ગરમ કરી ને પ્રેસ કરવા ગયો ત્યાં એક બાય થોડી
દાજી ગઈ, બીજીને પણ એવીજ રીતે બાળી પણ વધુ બળી ગઈ એટલે બંને બાયો ને બાય બાય કરી દીધી અને ફૂલ સ્લીવ નો શર્ટ હાફ
સ્લીવનો થઈ ગયો… હજી કાંઈ પૂછવું છે?”
જયુ “ધન્ય છે
પ્રભુ !! ધન્ય છે!! બે ટીપાં ચા ના દાગ ને કાઢવા તે બસ્સો ના શર્ટને ગાભો બનાવી
નાખ્યો..”
જયુ એ બે હાથ
જોરથી ભેગા કર્યા અને બોલ્યો “તારી ને મારી દોસ્તી કયા ચોઘડિયા માં થઈ
હશે.. તને કાંઈ કહી નથી શકતો અને તારો વિરોધ કરી નથી શકતો.. હવે આ વાસ નું
કાંઈક કર નહિતર મારા થી દુર બેસજે..”
વરુણ “એવી કોઈ
વસ્તુ નથી બની જે મને મારા મિત્ર થી દુર કરી શકે, આપણી દોસ્તી ગ્રહણ ના સમયે થઈ હશે સૂર્ય અને પૃથ્વી ના વચ્ચે
ચંદ્ર આવે ત્યારે ગ્રહણ થાય, આજે શર્ટ ગ્રહણ
છે. આપણા બંને વચ્ચે આ શર્ટ આવી ગયો છે પણ શર્ટ એ આંશિક ગ્રહણ છે,
કેમ કે મારી પાસે પરફ્યુમ છે.” વરુણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય તેમ ગર્વ
અનુભતા બોલ્યો.
જયુ “ના તારું
પરફ્યુમ ન લગાડતો આજે બધા ભણેશ્રી ઓ થી વર્ગખંડ ઉભરાતો હશે, જગ્યા નઈ મળે તો
કામ આવશે.”
એક બીજાને આંખ થી
ઈશારો કરી વર્ગખંડ નાં દરવાજા પાસે પહોંચ્યા. વિદ્યાર્થીઓ અશાંત
બેઠેલા હતાં, કોઈ બીજાની નોટ કોપી કરતું હતું, કોઈ જવાબો ગોખતા હતાં, કોઈ પ્રોફેસરો ની નકલ કરતા હતા, કોઈ બેન્ચ પર નામ
કોતરી ને પોતાના નામ ને અમર કરવાનો પ્રયત્ન કરતા હતાં, કોઈ ગંભીર મુદ્રા
ધારણ કરી એવો દેખાવ કરતા હતા જાણે પરીક્ષા નો બધો ભાર વહન કરતાં હોય.
હા.. હા.. આક.. છી..
વર્ગખંડમાં
પહોંચતા સાથે વરુણે ફરી છીંક ખાધી. અને બધાંનું ધ્યાન દરવાજા
પાસે ઉભેલા વરુણ પર પડ્યું. જયુ વરુણ ને સમજાવતાં બોલ્યો “તું યાર દવા લેને.. તારી છીકે સવારથી હેરાન કર્યો છે.”
વરુણ કાંઈ બોલે તે
પહેલાં જયુએ પોતાના ખીસામાં રાખેલો રૂમાલ વરુણને આપ્યો. “આ મોઢે બાંધીલે બધાને
શરદી કરીશ.”
જયુએ આપેલો રૂમાલ
ખિસ્સામાં નાખીને વરુણ બોલ્યો “નથી જોતો તારો રૂમાલ..., રૂમાલ મોઢે બાંધું
તો શ્વાસ કેમ લેવો? સારું થયું તે રૂમાલ આપ્યો મારો રૂમાલ ભીનો થઇ ગયો
હતો.”
વરુણ અને જયુ ની
વાતચીત સાંભળતા વિદ્યાર્થીઓ મનમાં ને મનમાં વિચારતા હતા આ બેય મારી બાજુમાં
ન બેસે તો સારું નહીતર એક છીકો ખાઈને શરદી આપશે ને બીજો તેને સલાહ આપીને ભણવા નહિ દે.
વરુણે ત્રીજી હરોળ
ની પ્રથમ પાટલી પર થોડી જગ્યા જોઈ અને જયુને ઇશારાથી સમજાવ્યું,
વરુણ નો ઈશારો સમજી ને જયુ બોલ્યો “તું અહિયા જગ્યા છે બેસીજા મારી બાજુમાં ન બેસતો, હું ત્યાં જાઉં
છું.” બોલતા બોલતા ત્રીજી હરોળની પાટલી પર જઈ ને
બેસી ગયો.
વરુણ તેની પાસે જઈ
ને બાજુમાં બેઠેલા ને જઈ બોલ્યો “ હેલો.. દોસ્ત હું અહી બેસું તો તને કોઈ
વાંધો નથી ને ?” એ વિદ્યાર્થી બોલ્યો “ અરે યાર મને શું વાંધો હોય ? તું બેસ હું પાછળ જતો રહું છું..” બોલીને પાટલી ખાલી કરી
આપી.
જયુ અને વરુણે
મનમાં હસી લીધું. આવા જબરા સેટિંગ કરે એક બીજા સાથે ઝગડો કરે પણ અંદર થી એક ના એક.
---XXX---
કૉલેજની છેલ્લા
વર્ષની પરીક્ષાઓ શરુ થઇ ગઈ હતી . ૯ વાગ્યાનો પરીક્ષાનો સમય લગભગ ૮ વાગ્યાની
આસપાસ જયુ વરુણના ઘરે પહોચ્યો સાયકલની ટંકોરી વગાડી ટીન..ટીન.. ટીન..ટીન..
તરત અંદર થી આવાજ આવ્યો. “બે મિનીટ ઉભો રે કાં’તો અંદર આવીજા તૈયાર
થાવ છું.”
જયુએ બહાર થી બુમ
પાડી “ એલા આઠ વાગી ગયા ઉતાવળ રાખ જે..”માથું ઓળતા વરુણે બારી માંથી ડોકી
કાઢી ને કીધું “જયલા અહિયાં આવ એક વસ્તુ બતાવું.”
જયુ ગુસ્સામાં
બોલ્યો “ચાલ ને ભાઈ.. નથી જોવું મોડું થઇ જશે.”
વરુણ તરત દરવાજે
આવી ને સાયકલ બહાર કાઢી ને “પરીક્ષા માં મોડું ન થાય, જ્યાં હું છું
ત્યાં મોડું થાય તેવું ક્યારેય બને? તારો આજ વાંધો ,બે દિવસ થી મહેનત કરી ને બનાવેલી વસ્તુ તને જોવાનો સમય નથી.” જયુ
બોલ્યો “ તને બે દિવસની મહેનત દેખાય છે? ત્રણ વર્ષથી
ડીગ્રી મેળવવા કરેલી મહેનત નથી દેખાતી? તને ક્યાંથી દેખાય ક્લાસ માં ભણે તો ખબર
પડે...” જયુ ને બોલતો અટકાવી ને આગળ વધવાનો ઈશારો
કર્યો.
જ્યાં અતુટ
મિત્રતા હોય ત્યાં થોડી રગ જગ થયા કરે, આવી રગ જગ મિત્રતા ને વધુ દ્રઢ બનાવે છે. વરુણ અને જયુ આ વાત ને ખુબ સારી રીતે
જાણતા હતા, ઘણી વાતો કેવળ આંખના
ઇશારા થી થઇ જાય. આવોજ પ્રસંગ આજે જ્યારે તે બંને પરીક્ષા આપવા ઘરેથી
નીકળ્યા ત્યારે બન્યો.
બંને વરુણના ઘર થી
થોડે દુર ચાર રસ્તા સુધી પહોચ્યા ત્યારે ત્યાં બે લોકો એક
વ્યક્તિને લાકડીઓથી મારતા હતા. વરુણે જયુ સામે જોયું અને
બચાવવા માટે ઈશારો કર્યો પરંતુ જયુ એ પોતાની કાંડા
ઘડિયાળ બતાવી ને ચુપચાપ આગળ વધવા માટે ઈશારો કર્યો. વરુણે પણ
જયુની વાત પર ધ્યાન આપી અને સાયકલ ના પેડલ મારવાના ચાલુ રાખ્યા.
“જો આજે પરીક્ષા ન હોત તો એ અસહાય વ્યક્તિને જરૂર સહાય કરત” જયુ
બોલ્યો, વરુણે જયુની વાત કાને ન ધરી અને સાયકલના પેડલ મારવાના ચાલુ
રાખ્યા. જયુને થયું કે વરુણે વાત નથી સાંભળી માટે તે વરુણ થી
થોડી વધુ ઝડપે પેડલ મારવા લાગ્યો, હજી વરુણ પાસે પહોચે તે પહેલા વરુણની સાયકલની ચેન ઉતરી ગઈ
અને વરુણ સાયકલનું બેલેન્સ ગુમાવી બેઠો. ધડામ.. અવાજ સાથે તે નીચે
પટકાયો સદભાગ્યે તેને કોઈ ઈજા ન આવી પણ રોડની ડાબી બાજુ
ઉગેલા બાવળ પર પડવાથી તે બચી ગયો અને એક બાવળ તેના
પેન્ટ ચીરીને સાથળનાં ભાગમાં વાગ્યો. જયુએ સાયકલ ને બ્રેક મારી, સાયકલ થી ઉતરી તરત
વરુણ પાસે ગયો, વરુણની ફાટેલી પેન્ટ તરફ આંગળી ચીંધી ને બોલ્યો
“તારી પેન્ટ ગઈ ને આપણી પરીક્ષા પણ.”
વરુણ ગુસ્સામાં
બબડ્યો “ આપણી નહિ મારી બોલ.. તું જા, મારે મોડું થઇ જશે પેન્ટ ફાટી ગયું
છે ને ચેન પણ તુટી ગઈ છે, મારા કારણે તારી પરીક્ષા ન બગાડ.” જયુ એ
મજાકના મુડમાં કહ્યું “ પેન્ટ ફાટેલી હશે તો પણ પરીક્ષા આપી શકાય, તે જે રીતે ગાભા
જેવો શર્ટ પહેરીને પણ ક્લાસ એટેન્ડ કર્યો તે રીતે, આપને બંને એક
સાયકલ માં જતાં રહેશું.”
વરુણ માંડ માંડ ઉભો થતા બોલ્યો “જો ભાઈ ઘર આઘું નથી હું આવું છું તું કોલેજ
પહોચ, આમ તો આપને બંને નહિ પહોચીએ પણ તું પહોચીજ ત્રણ વર્ષ તે ખુબ મહેનત
કરી છે, હું ક્યાં કોઈ ક્લાસ એટેન્ડ કરતો હતો?” વરુણના વાંકા બોલ
જયુને સમજાતા હતા પણ પોતે બોલેલા શબ્દો કોઈ મિત્ર સંભળાવી જાય
તો કોને મજા આવે? જયુ રોવા જેવો થઇ ગયો. પણ વરુણ
નાં શબ્દો કાનમાં ખૂચ્યા અને સામું બોલવાની હિંમત કર્યા વગર છણકો કરી જયુ
પોતાની સાયકલ લઇ જતો રહ્યો.
---XXX---
શું વરુણ પરીક્ષા આપી શકશે ?
શું વરુણ વિના જયુ પરીક્ષા ખંડ માં પરીક્ષા આપવા તૈયાર થશે?
વધુ આવતા સોમવારના અંક માં આપ વાંચશો...
જયુ પરીક્ષા
ખંડમાં પોતાની પાટલી પર બેસી ને પોતાની જાતને કોસવા લાગ્યો. જયુની આંખો માંથી
ટપકતા આંસુઓ સીધા તેની પાટલી પર પાડવા લાગ્યા, આંખો લાલ થી ગઈ હતી. પરીક્ષા શરુ થવાને માત્ર એક મિનીટ બાકી હતી.
જવાબ પત્રની વહેચણી શરુ થઈ ગઈ હતી. જયુની પાટલી પાસે પરીક્ષક
આવીને ઉભા હતાં છતાં જયુ નું તેનાપર ધ્યાન ન
હતું, જયુની આંખો માંથી વહેતા આંસુઓ જોઈ પરીક્ષક બોલ્યા “ કેમ શું થયું?
તૈયારીઓ નથી થઇ કે રાતનો ઉજાગરો છે? કે કોઈ તકલીફ થી રડે છો? ” હવે જયુ ન
રહેવાયું પણ ગળા માંથી અવાજ નીકળતો નથી. એવા સમયે પરીક્ષા શરુ થવાનો સાંકેતિક ઘંટ વાગ્યો, જયુ એ આજુબાજુ
વાળાના કાન ફાડી નાખે એવી ચીસ પાડતા બોલ્યો
“વરુણ... I am Sorry...”
- 2(બ) -
પ્રકરણ -૨ :
પરીક્ષા(એક નવું રહસ્ય)
જયુ કોલેજના દરવાજા પાસે પહોંચ્યો, હૃદયના ધબકારા
ધડ.. ધડ.. ધડ.. ધડ.. ખૂબ ગભરાયેલો હતો,
છેલ્લા ત્રણ વર્ષોથી કૉલેજ પાસ કરીને કોઈ સારી નોકરી મેળવવા ની ચાહના હતી, જ્યારથી ભણવાનું શરૂ કર્યું ત્યારથી સારી
નોકરી માટે જ ભણતો, સારા ગુણ થી પાસ થઈશ તો જ સારી નોકરી મળશે એવું નાનપણથી
તેના મગજમાં ઘુસાડવામાં આવેલું હતું, જો સારી નોકરી
નહીં મળે તો લગ્ન માટે સારી છોકરી પણ નહીં મળે.
નાતમાં છોકરીઓ નો અભાવ છે. દોડ બેટા નોકરી અને છોકરી જીવનમાં
એકજ મળશે, મિત્રો તો ગમે તેટલા મળી જશે, પૈસા હશે તો તારા
હજારો મિત્રો બનશે આવી નાનપણથી ઘુસાડેલી વાતો તેના મગજમાં ફરવા લાગી,
બિચારો જયુ હજી કિશોર થી યુવાન વયનાં પ્રવેશદ્વારે ઉભો
છે. એક તરફ જીવથી વ્હાલો મિત્ર નથી પહોંચ્યો તેની
ચિંતા અને બીજી તરફ પરીક્ષા શરૂ થશે તેની ચિંતા.
શુ કરવું તે
સમજાતું નહતું અને વરુણ વિના પરીક્ષા આપી શકાય તેમ ન હતું, જયુ કેન્ટીનમાં
ગયો અને જે ખુરશી પર તે અને વરુણ બેસતા તે ખુરશી પર જઈને બેઠો, ગ્લાસ માં પાણી
ઠાલવીને પૂરો ગ્લાસ એક ઘૂંટડે પી ગયો, તેને વિચાર આવ્યો કે “જો મારી
જગ્યાએ વરુણ હોત તો શું કરે?” ટેબલ પર રાખેલો ટીસ્યુ પેપર લઈને તેના પર
વરુણ માટે પત્ર લખ્યો અને કેન્ટીન ના એક કર્મચારી ને આપી અને “વરુણને આપી
દેજે” કહીને પરીક્ષાખંડ તરફ ગયો.
પરીક્ષા શરૂ થવાને
માત્ર 10 મિનિટ બાકી હતી. વરુણ અને જયુ નો પેપર એકજ બ્લોકમાં હતો, હજી ધીમા ડગલે આગળ વધતો જયુ
પરીક્ષાખંડ માં પ્રવેશી ગયો, પરીક્ષાખંડ માં ગોઠવાયેલા વિદ્યાર્થીઓ ન દેખાયા માત્ર તેને
પોતાના ક્રમાંક ની પાટલી અને વરુણ ની ખાલી પાટલી દેખાય,
કૉલેજ ની છેલ્લી પરીક્ષા અને પ્રથમ પેપર વરુણ વિના
આપવાનો અને એ પણ મિત્ર જ્યારે તકલીફમા હતો ત્યાંથી ભાગીને પરીક્ષા આપવી જયુ
માટે અશક્ય હતું.
મનમાં પાણીના
પરપોટા સમાન અગણિત સવાલો બનતા અને ફૂટતા ગયા, લાગણીઓ લાચાર બની ગઈ, “અરે ! સ્વાર્થી જ્યારે તારી SSC ની પરીક્ષા હતી
ત્યારે પોતાની પરીક્ષા છોડી તારા પરીક્ષા પ્રવેશ પત્ર
ગોતવા માટે પોતાનો પેપર છોડવા વાળા વરુણને સાથે તે
શું કર્યું? મિત્ર માટે લોકો જીવ આપીદે છે તું એક પેપર છોડી ન શકે? અરે ! વરુણના હજારો મિત્ર છે, તારા કેટલા છે એકજ
અને એ મિત્ર સાથે તે ગદ્દારી કરી?તું પરીક્ષા તો
આપીશ પણ પાસ થઈશ કે નહીં પણ મિત્રતા ની પરીક્ષામાં તું
નાપાસ થઈ ગયો. તું સંવેદનબધિર છો.”
આંખમાં ભરેલા આંસુ
નો બાંધ તૂટવામાં હતો ત્યારે પરીક્ષાખંડમાં પરીક્ષકનો પ્રવેશ થયો, હવે પરીક્ષા ને 5
મિનિટ બાકી હતી.
પરીક્ષકે આવીને
કહ્યું “કોઈપણ વિદ્યાર્થી પરીક્ષાલક્ષી ચિઠ્ઠી, ચબરખી કે અન્ય કોઈ સાહિત્ય લાવ્યું હોય તે બહાર મૂકી આવે, પછીથી કોઈ પાસે થી
મળશે અથવા પકડાશે તો તેના પર કોપીકેસ થશે. બધાં પોતાની રસીદ
તૈયાર રાખજો ઉત્તરવહી આપું ત્યારે બતાવજો. કોઈએ પાણી પીવા કે ટોયલેટ
માટે જવું હોય તો જઈ આવજો પાંચ મિનિટ છે, પછી જવા નહીં
મળે.”
જયુએ પોતાની
જગ્યાએ ઉભો થઇ ને સીધી બહાર તરફ દોટ મુકી ને કૉલેજ ના દરવાજા
સુધી પહોંચી ને નિરાશા સાથે પાછો આવ્યો, તે પ્રાશ્ચિત કરવા
માંગતો હોય તેવા ભાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા.
નિરાશ થઈને ફરી તે પરીક્ષાખંડ પોતાની જગ્યાએ
પાછો ફર્યો.
હવે ઉત્તરવહી
આપવાનું કામ શરૂ થઈ ગયું હતું. જયુ પરીક્ષા ખંડમાં પોતાની પાટલી પર બેસી ને
પોતાની જાતને કોસવા લાગ્યો. જયુની આંખો માંથી ટપકતા આંસુઓ સીધા તેની પાટલી
પર પાડવા લાગ્યા, આંખો લાલ થી ગઈ હતી. પરીક્ષા શરુ થવાને માત્ર એક મિનીટ બાકી હતી. જવાબ પત્રની વહેચણી શરુ થઈ ગઈ
હતી. જયુની પાટલી પાસે પરીક્ષક આવીને ઉભા હતાં છતાં જયુ
નું તેનાપર ધ્યાન ન હતું, જયુની આંખો માંથી વહેતા આંસુઓ
જોઈ પરીક્ષક બોલ્યા “ કેમ શું થયું? તૈયારીઓ નથી થઇ કે રાતનો ઉજાગરો છે?
કે કોઈ તકલીફ થી રડે છો? ” હવે જયુ ન રહેવાયું પણ ગળા માંથી અવાજ નીકળતો
નથી. એવા સમયે પરીક્ષા શરુ થવાનો સાંકેતિક ઘંટ વાગ્યો, જયુ એ આજુબાજુ
વાળાના કાન ફાડી નાખે એવી ચીસ પાડતા બોલ્યો “વરુણ... I am Sorry...”
વરુણ પરીક્ષાખંડના
દરવાજે ઉભો હતો. વરુણ ને જોઈને જયુએ ચીસ પાડી તેના કારણે બધાનું
ધ્યાન વરુણ તરફ ગયું અને બધા આશ્ચર્ય થી વરુણ તરફ જોવા લાગ્યા એક ડોઢો બોલ્યો “વરુણ તું ભૂલમાં સાયન્સની પરીક્ષા દેવા તો
નહોતો પહોંચી ગયો ને?” ત્યાં બીજો ડોઢો બોલ્યો “એનો ઘોડો દશેરાના જ ન દોડે.” વરુણે
દર વખતે ની જેમ આ વખતે પણ તેની વાત ને કાને ન ધરી. વરુણને
જોઈને જયુના મગજમાંથી જુના સવાલો નું બાષ્પીભવન થઈ ગયું. જયુ ઉભો થઇ ને
વરુણને ભેટી પડ્યો. મોઢા માંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો.
પરીક્ષક આ બધું
નિહાળતા રહ્યા થોડીવાર કશું ન બોલ્યા, પછી પ્રેમથી કહ્યું “બંને જગ્યાએ બેસો
આ પરીક્ષાખંડ માં શાંતિ રાખો જે વાતો કરવી હોય તે પરીક્ષા પછી કરી
લેજો.” બંને પોતાની જગ્યાએ બેઠા અને પરીક્ષા શરૂ થઈ.
---- XXXX ----
વરુણ પેપર પૂરું કરી ને સાયકલ સ્ટેન્ડ પાસે જયુની રાહ જોવા
લાગ્યો, જયુ પણ પરીક્ષા આપી ને બહાર સાયકલ સ્ટેન્ડ પાસે પહોંચ્યો, જયુ જેવો પહોંચ્યો વરુણે જયુ ને એક જોરદાર થપાટ લગાવી અને વરુણ ની થપાટ નો
પ્રહાર એટલો જોરદાર હતો જયુ ત્યાંજ પડી ગયો…
વરુણે શા માટે પોતાના મિત્ર ને થપાટ લગાવી?
તે આવતા સોમવાર ના અંકમાં જોઈશું..
કોઈ સાથે હોય કે ન
હોય ચાલતા રહેજો,
આપનો અભિપ્રાય
જણાવતા રહેજો,
મારે એટલું જ
કહેવું છે કે વાંચતા રહેજો..
- 2(ક) -
પ્રકરણ -૨ :
પરીક્ષા(સાચા મિત્રો)
પરીક્ષાનો સમય પૂરો થયાનો ઘંટ વાગ્યો, પરીક્ષકે ઉતારવહી પાછી લેવાની શરૂ કરી.
એક એક કરીને બધાં વિદ્યાર્થીઓ બહાર નીકળવા લાગ્યા, વરુણ જયુથી પહેલા બહાર નીકળ્યો અને સાયકલ સ્ટેન્ડ પાસે ઉભો રહી ગયો. જયુ પરીક્ષાખંડ માંથી ખુશ
ચહેરે બહાર નીકળ્યો તે ખુશ કેમ ન હોય? પેપર સરળ હતું અને વરુણ પણ પરીક્ષા આપી શક્યો તેનો આનંદ
હતો.
કૉલેજ બહાર સાયકલ સ્ટેન્ડ પાસે વરુણને ઉભેલો જોઇને હાથ ઉચો કરી બે આંગળી વડે વરુણને વિજય
સંજ્ઞા બતાવી,પણ વરુણે કોઈ
પ્રત્યુતર ન આપ્યો ત્યારે જયુ ને થયું તેનું ધ્યાન
નહિ હોય તે વરુણની વધુ નજીક જઈને વરુણને ભેટી પડ્યો, વરુણ તેનાથી થોડો દુર ગયો, ચહેરાનાં
હાવ ભાવ બદલ્યા વિના સ..ટ..ટ.. આવાજ સાથે
સીધા હાથની થપાટ જયુનાં ગાલ પર ચોટાડી.
થપાટનો અવાજ અને આઘાત એટલો તીવ્ર હતો કે જયુ સીધો જમીન પર પડી ગયો. પરીક્ષા પૂરી કરીને ઘરે
જઈ રહેલા વિદ્યાર્થીઓ આ તમાશો જોવા ઉભા રહી ગયા.
જયુ ને કાઈ સમજાયું નહિ અને ફરી ઉભો થઇ વરુણ ને ગળે લગાડવા ગયો, વરુણે એક ઊંધા હાથની અને એક ધક્કા સાથે જયુને પાડી દિધો, હજી સુધી વરુણ નાં ચહેરા ના ભાવ બદલાયા ન હતા માટે જયુને થયું કે મજાક માં મારતો
હશે. પરંતુ આજ સુધી ક્યારેય આવો અનુભવ થયો ન હોવાથી
જયુને કાઈ પણ ન સમજાયું.અત્યાર સુધી બે થપ્પડ અને એક ધક્કો ખાધા પછી પણ શરીરને
કોઈ કષ્ટ ન થયું, કેમકે વરુણ કયા કારણથી મારે છે તે
સ્પષ્ટ ન હતું.
નીચે પડેલી હાલત માં જયુ બોલ્યો “ભાઈ મસ્તી કરમાં બધા જુએ
છે.” વરુણે જયુ તરફ હાથ લંબાવીને ઉભો કર્યો, અને ઉપરનાં ખિસ્સા માંથી જયુએ લખેલો ટીસ્યુ પત્ર બહાર
કાઢ્યો.
જયુ ને થપાટ અને ધક્કો કેમ લાગ્યો તે સમજાય ગયું હોય તેમ
બોલ્યો “તે વાંચી લીધો?”
વરુણ ગુસ્સામાં બોલ્યો “કેમ? તે મને આપવાં માટે જ કીધું હતું ને?” જયુ
થોડો થોથવાતા બોલ્યો “ તને... તને... આપવાનું તો કિધું હતું પણ... મારો મતલબ
એવો નથી જેવો તું સમજે છો...” બોલતા બોલતા આંખોમાં
આંસુ આવી ગયા. અત્યાર સુધી થપાટ કેવલ ગાલ પર વાગી હતી, હવે હૃદય પર આઘાત થયો હોય તેવી પીડા થઇ.
વરુણ જોરથી ગુસ્સામાં બોલ્યો “બધા શું જુઓ છો? જાઓ અહિયાથી, જો કોઈ અહી ઉભો
રહેશે તો કાલની પરીક્ષા આપવાને લાયક નહિ રહે.” વરુણ
આ વાત જો શાંતિથી બોલ્યો હોત તો પણ બધાં ચાલ્યાં ગયા હોત.
તમાશો જોઈ રહેલું ટોળું વિખાયું. થોડી વારમાં માત્ર વરુણ અને જયુ જ રહ્યા.
વરુણ અંદરથી ખુબ દુખી હતો, દુખ ચહેરા પર ન આવે તેના માટે ગુસ્સો
જરૂરી હતો.
જયુનાં ચહેરા પર ચિંતા છવાઈ ગઈ, પુરા શરીર પર પરસેવો વળી ગયો. હાથ પગ ધ્રુજવા લાગ્યા. “આજે
તો.. ગયો !!!” મનમાં વિચારતો રહ્યો કે
પત્ર લખીને મોટી ભૂલ તો નથી કરી ને? ઊંડો શ્વાસ ભરી ને બોલ્યો
“તારે મને જેટલો પણ મારવો હોય તું મને મારી શકે છો, હું તારો ગુનેગાર છું, હું મારી ભૂલ સ્વીકારું
છું.”
“તે જે લખ્યું તે તું વાંચીને સંભળાવ” વરુણે ટીસ્યુ પત્ર
જયુને આપતા બોલ્યો.
જયુ “ભાઈ, માફ કરીદે પ્લીઝ...” કરગરવા
લાગ્યો.
વરુણે જયુના હાથ પકડી પીઠમાં હાથ મૂકી ને કહ્યું “વાંચીલે
શાંતિ મળશે.”
જયુએ પત્ર વાંચવાનો શરુ કરે તે પહેલા વરુણ દાઢમાં બોલ્યો “હું તારા જીવનની બ્રેક છું? , હું તારા માટે સ્પીડબ્રેકર છું? તારા માટે કોઈનાં જીવન
કરતાં પરીક્ષા વધુ મહત્વની છે?, વાંચ…
એ પણ વાંચ જેમાં તે લખ્યું છે. હું તારી
મિત્રતા માટે સમર્થ નથી.”
આપણી મિત્રતા જ્યારથી થઈ મારા પરિવારનું કોઈ પણ તને મારા
મિત્ર તરીકે કોઈ પસંદ નથી કરતું, ખાસ મારી માતા ચિંતા કરે છે
કે મારો દિકરો ખોટી સંગતમાં છે, મને વારંવાર તારા થી
મિત્રતા તોડવાનું દબાણ કરવામાં આવે છે, હું તને જાણું છું કે તું ક્યારેય ખોટો ન હોય શકે, મને મારા કરતાં તારા પર વધુ ભરોસો છે, જ્યારે તું મારી સાથે નથી
હોતો ત્યારે તપતા સુરજ વાળા ખુલ્લા રસ્તાઓ મને અમાસની અંધારી
ગલીઓ જેવી લાગે છે.
મારી અનિયંત્રિત જિંદગી ની તું બ્રેક છો, પરંતુ મારા પરિવારના સભ્યો
તને મારા જીવનનું સ્પીડબ્રેકર માને છે, મારા જીવનમાં
મિત્ર અને પરિવાર બંને સમાનતા ધરાવે છે, હું તેમાંથી કોઈ એકને પણ છોડવા માંગતો નથી.
તે મને હંમેશા મદદ કરી છે, આજે જ્યારે તને મારી જરૂર હતી, હું પીઠ બતાવીને ભાગી ગયો.
મને એ પણ ખબર છે કે પેલા અજાણ્યા માણસને કોઈ મારતું
હતું ત્યારે ટોળાથી અલગ વિચારી મદદ કરીશ હશે પણ કોઈને ખબર પણ
નહીં પડે તું એવો કલાકાર છો.
મને પૂરો વિશ્વાસ છે કે તું પરિક્ષાખંડમાં
નહીં પહોંચે, હું તારી સાથે મિત્રતા
નિભાવવા સમર્થ નથી. હું સ્વાર્થી છું, મારા અને
તારા જીવનનું લક્ષ્ય અલગ અલગ છે. મારે નોકરી કરી ખૂબ
પૈસા કમાવા છે. લગ્ન કરવા છે તારા જીવન નું કોઈ લક્ષ્ય નથી.
તું દરેક ક્ષેત્રમાં એક્સપર્ટ છો, મને લોકો જ્યારે વરુણ નો
મિત્ર કહે ત્યારે ગર્વ પણ થાય અને દુખ પણ થાય કે જેને બધું જ ખબર છે તેને કશી ખબર નથી કે આગળનું ભવિષ્ય શુ હશે?
આજે તું પરીક્ષા માં પહોંચે કે ન પહોંચે પરંતુ આજથી આપણા રસ્તાઓ જરૂર અલગ થશે. તું પરીક્ષા
આપીશ તો મને વિજેતા જેટલો આનંદ થશે અને જો ન
પહોંચી શકે તો સમજી લેજે કે મેં તારા સાથે વિશ્વાસઘાત કર્યો.
મેં આજની સંસ્કૃતની પરીક્ષા માટે એક શ્લોક વાચ્યો હતો જે
તારા પર બંધ બેસે છે.
पापान्निवारयति योजयते हिताय
गुह्यं च गूहति गुणान् प्रकटीकरोति ।
आपद्गतं च न जहाति ददाति काले
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥
गुह्यं च गूहति गुणान् प्रकटीकरोति ।
आपद्गतं च न जहाति ददाति काले
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥
જેનો અર્થ થાય છે.
પાપોનું નિવારણ કરનાર, હિતકાર્યોની યોજના બનાવનાર,
ગુપ્તવાતો ને ગુપ્ત રાખે અને ગુણોનું બધાં સામે પ્રદર્શન કરે, આપતિ સમયે ન ભાગનાર
સાચા મિત્રના લક્ષણો સંતોએ વર્ણવ્યા છે.
તારો મિત્ર,
પત્ર પૂરો થયો છતાં પણ જયુ આગળ બોલતો રહ્યો “આમાં મેં
જે કાંઈ પણ લખ્યું તે ઉતાવળ માં લખ્યું છે. મને માફ
કર દોસ્ત. હું નથી ઈચ્છતો કે મારા કારણે તને બદનામ થવાનો વારો આવે.”
વરુણે એક પણ શબ્દ બોલ્યા વિના જયુ તરફ પીઢ કરી ચાલવા
લાગ્યો. જયુ તેને રોકવા માટે એક વખત અવાજ લગાડ્યો
અને સમજી ગયો કે હવે તે પાછો નહીં વળે.. જયુ ગોઠણ પર બેસીને રડવા લાગ્યો..
૧૦ થી ૧૫ વ્યક્તિઓ વરુણ ને ઘેરીને ઉભા હતાં, એક વ્યક્તિએ વરુણ ને મારવાં
માટે દંડો ઉંચો કર્યો, વરુણે બોલવા પ્રયત્ન કર્યો
પરંતુ ગળા માંથી અવાજ ન નીકળ્યો. સાયકલની તુટેલી ચેન
હાથમાં વીંટાળી ને ચારે બાજુ જોયું અને વરુણે...
- 3 -
પ્રકરણ -3 : એકાંત
વરુણ જયુ તરફ પીઠ કરીને કશું બોલ્યા વિના
આગળ ડગલા ભરતો રહ્યો, જેમ આગળ ડગલાં ભરતો તેમ મિત્રનાં હૃદય સાથેનું જોડાણ તૂટવાને
બદલે મજબુત થઇ રહ્યું હતું. જો વરુણ એક પણ વખત પાછું ફરીને જુએ તો અંદર ઉછળી રહેલો
અશાંત મહા સાગર શાંત તળાવ જેવો બની રહે, હૃદયમાં ઉછરતાં જ્વાળામુખીને શાંત કરવાની
હિંમત વરુણ માં નહતી. એ જાણતો હતો કે જયુના ગાલ પર પડેલી થપાટ તેની મજબુત પાયા પર
નિર્મિત મિત્રતાની ઈમારત ને ભલે ધરાશાયી ન કરે પરંતુ એ ઈમારતની છતતો તૂટવાની જ છે.
વરુણ નાના ડગલાઓ
થી ઘણું મોટું અંતર કાપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બીજી તરફ જયુ મિત્રતાની પાટી
પર ભૂલથી થયેલા લીસોટા આંસુઓ થી ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
વરુણ હવે જયુની
નજર થી ઘણો દુર પહોચી ગયો હતો. જો એક વખત વરુણ તેની પૂરી વાત સાંભળે તો બધું પહેલા
જેવું સામાન્ય થઇ જાય, જયુ ઉભો થયો જે ટીસ્યુ પર તેણે પત્ર લખ્યો હતો તે ટીસ્યુ થી
આંસુઓ લુછીને કોલેજના મેદાનમાં પોતાની જેમ એકલી પડેલી સાયકલ લઈને વરુણની પાછળ જઈ
અંતિમ પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. નાનપણની થી અત્યાર સુધી નિર્વિઘ્ને આગળ ધપતી આ
મિત્રતા નો અંત બચાવવા નો છેલ્લો પ્રયત્ન...
વરુણ ને શોધવા
નીકળેલા જ્યુની સાયકલ છેક વરુણ ના ઘર સુધી પહોચી પણ વરુણ રસ્તામાં ક્યાય નજરે ન
ચડ્યો, નિરાશ થઇ ને જયુ ભાવનગરનાં તખ્તેશ્વર મહાદેવ ના મંદિર જેવા મંદિર ટેકરી પર
સ્થિત મહાદેવનાં મંદિરે ગયો. શહેરની મધ્યમાં સ્થિત આ મંદિર માં પુજારી પણ દિવસ માં
એક વખત આવતો, લોકોની અવાર જવર ખુબ નહીવત હતી, પણ શાંત વાતાવરણ અને મંદિર પરથી પુરા
શહેરનું દર્શન થાય તેવું હતું. મંદિરની બાજુમાં વર્ષો જુનું એક વડલાના વૃક્ષ નીચે
બેસીને વરુણ અને જયુ પૂરો દિવસ ભણતા મસ્તી કરતાં અને ઘણીવખત તો પૂરો દિવસ વડવાઈઓ
પર હિચકો બાંધીને રમતા અને ખુબ મજા કરતાં.
જયુ જૂની યાદોમાં
ખોવાયેલો હતો. સ..ટ...ટ... અવાજ આવ્યો અને જયુ નું ધ્યાન ભાગ થયું પાછળ ફરીને
જોયું તો વાલીએ રાવણ ને જે રીતે બગલમાં દબાવ્યો હતો તેવી મુદ્રામાં વરુણ એક
વ્યક્તિનું ગળું બગલમાં દાબીને ઉભો હતો. જયુને કશું સમજાય તે પહેલા વરુણે બગલમાં
પકડેલા વ્યક્તિને ધક્કા સાથે છોડયો અને નીચે પડે તે પહેલા કોણી થી પીઠ પર વાર કરી
તેને અધમૂઓ કરી દીધો. હજી સુધી જયુ ને કાઈ સમજાયું નહિ, પણ વરુણે તે વ્યક્તિને
માર્યો તો કઈક ગડબડ હશે સમજી ને જયુએ વરુણનાં હાથે પડેલી થપાટ અને ધક્કાનો બદલો
લેવા પડેલા વ્યક્તિને પેટમાં બે પાટા મારી લીધા.
પડેલો વ્યક્તિ આવી
હાલતમાં પણ ઉભો થઇ ને ભાગવામાં સફળ થયો. તેને ભાગતો જોઇને જયુએ તેનો પીછો કરવા દોડ
લગાવી પરંતુ વરુણે તેને ત્યાજ રોકીને ખિસ્સા માંથી રૂમાલ કાઢી નીચેથી પથ્થર ઉપાડી રૂમાલ
સાથે બાંધી ગોફણની જેમ ફેક્યો અને પથ્થર ભાગતા માણસ ને માથાના ભાગમાં વાગ્યો. તે
જમીન પર પડ્યો છતાં તે ભાગ્યો.
જયુએ વરુણ ને
પોતાની પાસે ઉભેલો જોઇને જરા પણ સમય વેડફ્યા વિના ગળે લગાડી લીધો અને બોલ્યો “ માફ
કરી દે યાર, જો આ વડલો, આ મંદિર જો આહી આપણે રોજ રમતા.” વરુણ જયુને વચ્ચે ટોકતા બોલ્યો “અત્યારે એ બધી વાત કરવાનો સમય
નથી. આપણે અહીંથી જલ્દી નીકળવું પડશે.”
જયુ બોલ્યો “પણ
કેમ ? તું અહિયાં કઈ રીતે પહોચ્યો ? અરે ! તું કૉલેજ કઈ રીતે પહોચ્યો ? એ બધું છોડ
તે મને માફ કર્યો કે નહિ ?” વરુણ ઈશારો કરતાં બોલ્યો “તારા બધા સવાલનો જવાબ આપીશ
પણ અહીંથી નીકળ જલ્દી.”
વરુણ અને જયુ
ત્યાંથી નીકળ્યા ને પાંચેક મિનીટ જેટલો સમય થયો હશે ત્યાં પાંચ-છ બાઈકો માં
આઠ થી દસ લોકો પવનવેગે ટેકરીની ચારે બાજુ ચક્કર લગાવવા લાગ્યા. તેમાનો એક ટેકરી પર
ચડ્યો ને બોલ્યો “ અહિયાં કોઈ નથી કદાચ ભાગી ગયા હશે.”
નીચે ઉભેલા
વ્યક્તિએ બાજુમાં ઉભેલા ધોયેલા મૂળા જેવા માણસ ને પૂછ્યું “ઓલો જ હતો ને ?” માથું
હલાવીને તેને હા કહ્યું કે તરત બધા બાઈક પર બેસીને ત્યાંથી જતા રહ્યા.
----- xxx -----
આ બાજુ વરુણ અને
જયુ નાનને જયુના ઘરે પહોચ્યા. જયુના ઘરે કોઈ ન હતું. પહોચતા સાથે જયુની સાયકલ ખભે
ઉપાડી અગાસી પર મૂકી આવ્યો અને બંને ના ચપ્પલ ઘરમાં લઈને દરવાજા બારીઓ બંધ કરી ને
પાણી નો આંખો સીસો ખાલી કરી ને હાંફતા અવાજે બોલ્યો “કોઈપણ આવે દરવાજો નઈ ખોલતો,
અંકલ આંટી ક્યારે આવશે?”
“તેમને આવતા હજી
વાર લાગશે, પણ તું શું કરે છો ? શું કરવા માંગે છો મને કાઈ સમજાતું નથી? તું શું
કરીને આવ્યો છો ?”
વરુણે વાત સમજાવવાની શરુ કરી...
(હવે આપને સવારની ઘટનાના ફલેશબેકમાં લઇ જાઉં..)
વરુણની સાયકલની
ચેન તુટી ગઈ ત્યારે જયુને તેણે ભગાવી દીધો તે પહેલા એક વ્યક્તિને બે લોકો લાકડીઓ
થી માર મારતા હતા, વરુણે યુક્તિ પૂર્વક તેના મિત્રની પરીક્ષા ન બગડે તેના માટે
ત્યાંથી જવાનું કહ્યું હતું. જયુના ગયા પછી વરુણે સાયકલની તૂટેલી ચેન હાથમાં
વીટાળી મારામારી ની જગ્યાએ પહોચ્યો, ત્યાં માર ખાનારો વિક્રમ વરુણ ને જોઇને તેની
પાછળ સંતાઈ ગયો, વરુણે ચેન થી બંને ને ખુબ માર્યા અને વિક્રમને હોસ્પીટલ લઇ જવા
માટે રિક્ષામાં બેસાડ્યો અને રવાના કરી દીધો, એટલી વારમાં ૧૦ થી ૧૫ વ્યક્તિઓ વરુણ ને ઘેરીને ઉભા હતાં, બધાના હાથમાં ધોકા અને પાઈપ
હતા. એક વ્યક્તિએ વરુણ ને મારવાં માટે દંડો ઉંચો કર્યો, વરુણે બોલવા પ્રયત્ન કર્યો પરંતુ ગળા માંથી અવાજ ન નીકળ્યો. સાયકલની તુટેલી ચેન હાથમાં
વીંટાળી ને ચારે બાજુ જોયું અને વરુણે બધે નજર ફેરવી ધેરાયેલા વરુણે એક બાજુ
કમજોરી જોઈ વરુણે તેને ધક્કો મારી પાડી દીધો અને સમય સુચકતા વાપરી ‘ભાગે તે ભડ’
બોલી ને સીધી દોટ મૂકી દોડતા દોડતા તે નજીકના પોલિસ સ્ટેશન માં ઘુસી ગયો...
- શું વરુણ પોલીસ રક્ષણથી કૉલેજ સુધી પહોચ્યો ?
- વરુણનો પીછો કરતાં લોકો જયુની પાછળ કેમ ફરતા હતાં?
- જયુ બધી વાત સાંભળીને વરુણની મદદ કરશે?
- તે લોકો વિક્રમને કેમ મારતા હતા, વિક્રમ કોણ હતો.
વધુ આવતા સોમવારે...
જયુ એક સંસ્કૃત શ્લોક
બોલ્યો.
उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥
અર્થ: ઉદ્યમ,
સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ
સહાય કરે છે..
- 3 -
પ્રકરણ -3 :
એકાંત (મુંજવણ)
પોલીસ સ્ટેશન માં
બેસેલા એક કોન્સ્ટેબલે વરુણને પગ થી માથા સુધી નીરખીને જોયો, નજીક આવવાનો ઈશારો
કરીને પોતાની મૂછો પર હાથ ફેરવવા લાગ્યો અને અંદર સાહેબ પાસે જવાનું કહ્યું. અંદર
બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે પહોચતા વરુણ બોલ્યો “ હું અંદર આવું સાહેબ?
મારું નામ વરુણ છે. હું અહી નજીક ના વિસ્તાર માં રહું છું. ઘણા સમય થી પોલીસ
સ્ટેશન નાં બોર્ડ પર વાચું છું કે પોલીસ તમારો મિત્ર છે. શું એ સાચું છે?”
ઈન્સ્પેક્ટરે આવા નિર્દોષ સવાલનો જવાબ માત્ર એક હા કહી ને આપ્યો. વરુણે ફરી થી
સવાલોની બંધુક ચલાવી આપ અહી અમારી મુંજવણ દુર કરવા માટે બેઠા છો?” ઈન્સ્પેક્ટરે
ફરી જવાબ આપ્યો “હા, અમે અહિયાં જનતાની તકલીફો દુર કરવા બેઠા છીએ, તારે કોઈ
તકલીફ હોય તો બોલ સમાધાન થઇ જશે.” વરુણ બોલ્યો “તમે રિશ્વત લઈને તો કામ નથી કરતા
ને?” ઇન્સ્પેક્ટર પોતાની જગ્યાએ ઉભો થઈને ગુસ્સામાં બોલ્યો “તારે કામ શું છે એ
જણાવ હું તારી બકવાસ સાંભળવા નથી બેઠો.”
ઇન્સ્પેક્ટર ના ગુસ્સાથી ગભરાયા વગર વરુણ બોલ્યો
“હું કોલેજ માં અભ્યાસ કરુ છું. આજે પરીક્ષા આપવા જતાં મારી સાયકલની ચેન તુટી ગઈ
આપ મને કૉલેજે પહોચાડવા મદદ કરી શકો? મારી પરીક્ષા ને કેવલ ૧૫ મિનીટ બાકી છે.” વાત
સાંભળીને ઇન્સ્પેક્ટર થોડો શાંત થયો અને હલકા સ્મિત સાથે કહ્યું “ ચાલ તું પણ શું
યાદ કરીશ. એક ઈમાનદાર પોલીસ જનતાની મદદ માટે જ હોય છે, પરંતુ આ વાત તું કોઈને કરતો
નહિ કે પોલીસે તને પરીક્ષા સ્થળ સુધી પહોચાડ્યો કેમ કે આ વ્યક્તિગત મદદ પોલીસનાં
કામો માં નથી આવતી.”
વરુણ ને પોતાની
પોલીસ જીપમાં બેસાડીને પોલીસ ઇન્સ્પેકટર કૉલેજ મુકવા નીકળ્યો. પોલીસ સ્ટેશન બહાર
વરુણ ને મારવા આવેલા લોકો ઇન્સ્પેક્ટર સાથે વરુણ ને જોઈ ને રફા દફા થઇ ગયા. અને
વરુણ કૉલેજે પહોચી ગયો.
કૉલેજ પહોચતા સમયે
વરુણે વિક્રમ સાથે થયેલી મારા મારી અને તેને કઈ રીતે બચાવ્યો તે ઇન્સ્પેકટરને
જણાવી દીધું. ઈન્સ્પેક્ટર ને પણ વરુણની વાત કરવાની રીત ગમી અને તેને આશ્વાસન
આપ્યું કે તે લોકો તેને આંગળી પણ નહિ લગાવી શકે. અને સાથે એક સુશન પણ કર્યું કે
શક્ય હોય તો ૨-3 દિવસ સુધી કોઈને આ વાતની જાણ ન થાય તે ધ્યાન રાખે. સૌથી અંગત
મિત્ર થી પણ દુર રહે નહીતર તેના મિત્ર ને પણ ખતરો થઇ શકે છે.
જયુ વરુણ નો ખાસ
મિત્ર છે તે પૂરી કોલેજ જાણતી હતી તેથી વરુણે કૉલેજના બધાની સામે વરુણ ને થપાટ
મારી ને બંને વચ્ચે મનદુઃખ ઉભું થયું તેવું બતાવવા માટે જયુને થપાટ મારી અને આ બધી
વાત વરુણે જયુને સમજાવી.
----- xxx -----
જયુએ બધી વાત સાંભળીને દર વખતની જેમ એક સંસ્કૃત
શ્લોક બોલ્યો.
उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र वर्तन्ते, तत्र दैवं सहायकृत् ॥
અર્થ: ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ આ છ
વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ સહાય કરે છે..
તારી બીજા માટેની લાગણી ને કારણે જ તને ઈન્સ્પેક્ટરે સહાય
કરી પણ હવે મને જણાવ કે
આ વિક્રમ કોણ છે?
એ લોકો તેને કેમ મારતા હતાં?
વરુણ બોલવાનું શરુ કરે તે પહેલા ખટ... ખટ... દરવાજો ખખડવાનો
અવાજ આવ્યો. જયુ અને વરુણ બંને મુંજાઈ ગયા.
વધુ આવતા સોમવારે..
- 3 -
પ્રકરણ -3 :
એકાંત (મુંજવણ)૨૩.૦૪.૧૮
“તારી વાત મને સમજાય ગઈ કે તે તારો પીછો કેમ કરતાં હતાં પરંતુ મને હજી સુધી એ નથી સમજાયું
કે તે લોકો મારી પાછળ કેમ
પડ્યા હતાં? મેં તેનું શું
બગાડ્યું ? હું તો વિક્રમ ને
પણ નથી ઓળખતો અને
સવારે તારો ઝગડો થયો ત્યારે હું કૉલેજ હતો. અને તું મહાદેવ ના મંદિરે કઈ રીતે પહોંચ્યો? મારે બધું જાણવું છે. મેં તને ક્યારેય આ પ્રકારે ઘભરાયેલો નથી જોયો. જે વરુણ અજાણ્યા વ્યક્તિ માટે
ગુંડાઓ સાથે લડી ને પોલીસ ની મદદ
લઇ પરીક્ષા ખંડ પર સમયસર પહોંચી શકે તે વરુણ ઘરે જવાને બદલે મહાદેવના મંદિરે જાય તે વાત મારા ગળે નથી ઉતરતી આમ ગોળ
ગોળ ઘુમાવવાનું બંધ કર મને બધી
વાત કર તે વિક્રમ ને હોસ્પિટલમાં પહોંચાડવા રીક્ષા કરી પણ તારું ઘર માત્ર થોડાં અંતરે હોવા છતાં તું ઘરે જવાને બદલે
પોલીસ સ્ટેશનમાં ગયો? વરુણ મને તારી વાતમાં કાંઈ સમજાતું નથી.”
“ભાઈ શાંત થઈને મને
બોલવાનો મોકો આપે તો હું બોલું! મેં ત્યાં જે કર્યું તે માત્ર વિક્રમ ને બચાવવા કર્યું અને કૉલેજ માં જે
કર્યું તે તને બચાવવા માટે
કર્યું. પોલીસ ઇન્સપેક્ટર મારા ઘરે બધી વાત જણાવીને આવ્યા હતાં જો હું સીધો ઘરે ગયો હોત તો તે લોકો ને
મારા ઘરનું સરનામું ખબર પડી જાય, મેં તને એટલા માટે
માર્યો કે તું મારાથી દૂર થઈ ને તારા ઘરે પહોંચ અને હું સાંજ સુધી મહાદેવના મંદિરે બેસીને રાત્રે અહીં તારા ઘરે
આવું પરંતુ તે મારી યોજનાને નિષ્ફળ
કરી તું જ્યારે કોલેજ થી મારી પાછળ આવ્યો ત્યારે કાલી ગઠયાનો ભાઈ કોલેજ તરફ મને શોધવા જતો હતો, મેં તેને જોયો અને ત્યારે તું મારી પાછળ આવતો હતો, કાલી ના ભાઈને ખબર છે કે હું અને તું બંને ખાસ મિત્રો છીએ. તેણે તને જોયા પછી તે તારો પીછો કરતો કરતો મારાં ઘર
પાસે અને પછી મહાદેવના મંદિર સુધી
પહોંચ્યો.” વરુણ ની વાત કાપતા જયુ વચ્ચે બોલ્યો
“ઓહ! તો મંદિરે
જેને માર્યો તે કાલી ગઠિયા નો ભાઈ હતો?”
“હા”
“તો આપણે તેને
માર્યો? શુ વાત કરે છો? એતો એક નંબરનો ગુંડો છે. તને તો ઠીક હવે મને પણ નહી છોડે.”
જયુ ડરથી ધ્રુજવા
લાગ્યો. કેમ કે જે કાલી ગઠિયા ની વાત છે તે કાલી પર એક હત્યા અને અનેક લૂંટ સહિતના ઘણા ગુનાઓ હતાં બીજી તરફ
જયુ જેના માતા પિતા વરુણ સાથે
મિત્રતા પણ તોડવાનું કહેતા અને આજે વરુણ એક કાંડ કરીને આવ્યો. જુના મિત્રને છોડી પણ નહીં શકે કે આવા ગુંડાઓ સાથે
લડી પણ નહીં શકે. વરુણ પર ગુસ્સે
થતાં જયુ બાબડયો.
“તું લોકોની મદદ
કરવાના ચક્કરમાં એક દિવસ અટવાઈ જઈશ અને મને પણ ફસાવીશ. છોડ એ બધું એ લોકો આવે તો તું તેની માફી માંગી
લેજે. જાન હે તો જહાન હે.”
“હું એટલું માનું
છું કે આપણી તાકાત કે કમજોરી આપણે બંને જ છીએ, જો આપણે બંને સાથે
હશું તો કોઈ આપણને હરાવી નહીં શકે. અને એક ડરેલો વ્યક્તિ જ બીજા ડરેલાનો ડર ભગાવે. અત્યારે આપણી બંનેની હાલત સમાન છે
અત્યારે આપણા થી કશું થઈ શકે તેમ
નથી ત્યારે લડવું અને ભેગા મળીને લડવું એ આપણી મજબૂરી છે. તારું શુ માનવું છે?”
જયુએ બધી વાત
સાંભળીને દર વખતની જેમ એક સંસ્કૃત શ્લોક બોલ્યો.
“उद्यमः साहसं धैर्यं, बुद्धिः शक्तिः पराक्रमः ।
षडेते यत्र
वर्तन्ते, तत्र दैवं
सहायकृत् ॥
અર્થ: ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ
આ છ વસ્તુ જેનામાં હોય ત્યાં દેવતાઓ પણ સહાય કરે છે..
તારી બીજા માટેની
લાગણી ને કારણે જ તને ઈન્સ્પેક્ટરે સહાય કરી પણ હવે મને જણાવ
આ વિક્રમ કોણ છે?
એ લોકો તેને કેમ
મારતા હતાં?”
વરુણ બોલવાનું શરુ
કરે તે પહેલા ખટ... ખટ... દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. જયુ અને વરુણ બંને મુંજાઈ ગયા. થોડી વાર પહેલા સિંહ
બનેલા બંને સસલાઓ ભો માં ભરાઈ
ગયા. દરવાજો કોણ ખોલશે?
બહાર કોણ હશે?
વરુણે હિંમત
ભર્યું પગલું આગળ કર્યું અને તેનાથી બે કદમ આગળ વધી જયુએ દરવાજા ના એક નાનકડા છિદ્ર માંથી બહાર જોયું અને દરવાજા ની
કડી ને હાથ લગાવ્યો ત્યાં
બહારથી અવાજ આવ્યો.
“વરુણ મને ખબર છે
તું અંદર છો. જલ્દી દરવાજો ખોલ.”
આગળ જતાં પગલાઓ
અટક્યા અને જયુએ વરુણને છુપાઈ જવાનો ઈશારો કર્યો, વરુણ પડદા પાછળ છુપાઈ ગયો
અને જયુએ દરવાજો કોઈ ધક્કાથી ન ખોલી નાખે તે માટે સાંકળ લગાવી અને કડીને ધીરે ધીરે ખોલી, દરવાજો થોડો ખોલી તેની તિરાડ માંથી નજર બહાર કાઢીને જોયું તો ફાટેલાં કપડાં
પહેરીને એક વ્યક્તિ ઉભો હતો.
તેને જોઈને જયુને
કોઈ ખતરો ન જણાયો. જયુ તેને અંદર લેવા માટે પૂરો દરવાજો ખોલવા જતો હતો તે વ્યક્તિએ આંખોથી દરવાજો ન ખોલવાનો
ઈશારો કર્યો.
ઈશારો સમજી ને જયુ
બોલ્યો “કોનું કામ છે? અહીંયા કોઈ વરુણ
નામનો વ્યક્તિ નથી
રહેતો. અને તમે કોણ છો આમ જોર જોરથી દરવાજા પીટો છો?”
સામે ઉભેલો
વ્યક્તિ બોલ્યો “મારું નામ વિક્રમ છે, વરુણ આવે તો કહેજો કે વિક્રમ શોધે છે.” આટલું બોલીને વિક્રમ
પાછું વળીને ચાલતો થયો.
વિક્રમ નામ
સાંભળીને જયુ ચોકી ગયો અને દરવાજો ખોલી ને બોલ્યો “વિક્રમભાઈ ? ઉભા રહો બે મિનિટ.
હું આવું છું?” બોલતાની સાથે જયુએ
દરવાજો બંધ કર્યો અને
વરુણ ને બારી પાસે જઈને તે વ્યક્તિ ને જોવા નો ઈશારો કર્યો.
વરુણ બારી થી
જોઈને પુરી યોજના સમજી ગયો જયુના કાનમાં ધીમા અવાજે કહીને દરવાજો ખોલી બહાર નીકળ્યો અને વિક્રમ ને પણ કાંઈક
ઈશારો કરીને સમજાવ્યો.
---XXX---
- શુ હતી વરુણ ની નવી યોજના?
- વરુણ જાળ ગૂંથતો હતો કે ફસાતો હતો?
- વિક્રમની હકીકત શુ છે?
વરુણ અને વિક્રમ ના ગયા પછી જયુ બબડયો.
શ્લોક:
अश्वं नैव गजं नैव, व्याघ्रं नैव च नैव च
अजापुत्रं बलिं दद्यात देवो दुर्बलघातकः
अजापुत्रं बलिं दद्यात देवो दुर्बलघातकः
અર્થ: ઘોડો નહીં, હાથી નહીં, વાઘ તો ક્યારેય
નહીં ઘેટાં-બકરાની બલી ચડે, દેવતાઓ પણ દુર્બળ
પર ઘાત કરે..
વધુ આવતાં અંકે…
- 3 -
પ્રકરણ -3 :
એકાંત (અભય)
વરુણ વિક્રમ સાથે જયુના ઘરથી બહાર નીકળ્યો. બહાર નીકળતા સાથે થોડે દૂર ઉભેલી પોલીસ વેન માં બંને બેસી
ગયા.વેન થોડે દૂર પહોંચી અને સામે
અમુક લોકો ઉભેલા જોઈને ડ્રાઇવરે વિક્રમ અને વરુણને ઝુકી જવાનું કહ્યું
બંને સીટ નીચે ઝુકી ગયા. વેન ઉભેલા લોકો ની વચ્ચે થી નીકળીને
પોલીસ સ્ટેશન પહોંચી. વેન ના ડ્રાઈવરે નીચે ઉતરી ચારે બાજુ નજર ફેરવી જોયું અને ઇશારાથી બંને ને ઉતરવાનું કહ્યું. બંને ઉતરીને
સીધા પોલીસ સ્ટેશનમાં ગયા જ્યાં વરુણના માતા-પિતા
ઇન્સ્પેક્ટરના ઓફિસમાં બેઠા હતાં.વરુણ તેની માતા ને જોઈને સીધો તેના ગળે વળગી ને રડવા લાગ્યો અને તેના પિતાએ વરુણ ના માથા પાર હાથ ફેરવતા કહ્યું “તું કેમ રડે છો ? તે જે કર્યું તે મને અને તારી માતા ને ખબર છે. કોઈનું ભલું કરવા માટે શસ્ત્ર ઉગામવું એ શાસ્ત્રોમાં લખ્યું છે. તે તારા પાર મને ગર્વ છે.” વરુણ ના પિતાની વાત સાંભળતાં પોલીસ ઇન્સ્પેક્ટરે પણ તેમાં સુર પુરાવતા કહ્યું “વરુણ આજે તે જે કર્યું તે દેશનો દરેક નાગરીક કરે તો દેશના બધા ગુનેગારો જેલમાં પહોંચી જાય અને સજ્જનો શાંતિથી રહી શકે. હવે મને તારી જરૂર કોર્ટ સુધી છે તું કોર્ટમાં આજે જે થયું તે કહીશ તો તે બધા જેલમાં હશે.”
વરુણે આશ્ચર્યથી પૂછ્યું “સાહેબ આપ અને મારા પિતાજી કાઈ વાત કરો છો મને કાંઈ નથી સમજાતું ? અને આ વિક્રમના નામ સિવાય તેના વિશે પણ હું કશું જાણતો નથી. જુઓ સાહેબ આજે સવારે હું મારા મિત્ર જયું સાથે સાઇકલ પર પરીક્ષા આપવા જતો હતો, રસ્તામાં એક બે જણા આ વિક્રમને મારતા હતાં, મારી સાઇકલ ની ચેન તૂટી ગઈ અને મેં એ ચેન હાથમાં વીંટાળી અને ઘર તરફ જતો હતો ત્યારે આ ભાઈને વધુ પડતું લોહી નીકળતું હતું મેં મારા ફાટેલા પેન્ટ નો એક લિરો તેને બાંધી દીધો અને એક રિક્ષામાં તેને હોસ્પિટલ માટે રવાના કારી દીધા, પાછળ ફરીને જોયું તો આઠ-દાસ લોકો મને ઘેરીને મારવા ઉભા હતા. મેં મારો જીવ બચાવવા અને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા અહીંયા પોલીસ સ્ટેશન ની મદદ લીધી. આ ઇન્સ્પેક્ટર સાહેબ મને મુકવા આવ્યા. રસ્તામાં આ બધી વાત મેં ઇન્સ્પેક્ટર સાહેબ ને કરી તેઓએ કહ્યું હતું કે ઘરે ન જતો અને મિત્રો થી દૂર રહેજે માટે હું ટેકરી વાળા મહાદેવે જતો રહ્યો અને ત્યાંથી જયું સાથે તેના ઘરે ગયો. વિક્રમ ત્યાં આવ્યો અને તેની સાથે હું અહીં આવ્યો, મેં શુ કામ કર્યું તે મને ખબર નથી પરંતુ એ જરૂર ખબર છે કે આવતી કાલે મારી પરીક્ષા છે અને હું આ મગજમારી ને કારણે પરીક્ષા નહીં આપી શકું મારા પ્રિય મિત્ર જયુને પણ નહીં મળી શકું.”
વરુણે વાત પૂરી કરી પરંતુ તેના ચેહરા પર ઘભરાહટ સ્પષ્ટ દેખાતી હતી, વરુણ ના પિતા વરુણ શુ કહેવા માંગતો હતો તે સમજી ગયા હતાં, ઇન્સ્પેકટર ને પણ વરુણની અસ્પષ્ટ ના સમજાઈ ગઈ હતી. અત્યાર સુધી ચૂપ ઉભેલો વિક્રમ બોલ્યો “સાહેબ વરુણ સાચું કહે છે, ઝગડો મારો અને હરિયા તોપચી વચ્ચે હતો, હરિયાએ મને 200 રૂપિયા ઉધાર આપ્યા હતાં અને મેં તે કાલી ગઠિયા ને આપ્યા પરંતુ કાલીએ મારી પાસે વધુ પૈસાની માંગણી કરતાં મેં તેને ના પાડી અને તેણે મને મારવાનું શરૂ કર્યું. મને બચાવવા માટે વરુણે કોઈપણ કામ નથી કર્યું એ તો માત્ર મને રિક્ષામાં બેસાડીને પરીક્ષા માટે જવાનો હતો.”
ઇન્સ્પેક્ટર ગુસ્સામાં બોલ્યા “તમે લોકો જો તેના વિરુદ્ધ સાચું બયાન નહીં આપો તો તે બચી જશે અને ભવિષ્યમાં બીજા કોઈને પણ નુકશાન પહોંચાડશે. રહી વાત પરીક્ષાની તો વરુણ પરીક્ષા આપી નહીં શકે તેવા ડર થી ખોટું બોલે છે એ હું જાણું છું.”
ઇન્સ્પેક્ટર ની વાત વચ્ચેથી કાપતાં બોલ્યા “જ્યારે કોઈના સદગુણો તેના દુર્ગુણો કરતાં વધુ હોય, ડર જ્યારે તેના થી ડરવા લાગે ત્યારે તેનું અંતિમ પગલું અભય હોય, મારો દિકરો ક્યારેય ખોટું ન બોલે પરંતું સાહેબ અધકચરું સાચું એ ખોટું જ કહેવાય તે ઘભરાહટ ના કારણે પણ ખોટું બોલી શકે. આજે મને એમ લાગે છે કે મેં એક સાવજ ના રૂપમાં બકરાને જન્મ આપ્યો હતો, વરુણ માત્ર આટલી તકલીફ થી ડરી ગયો, જ્યારે મેં તેને જન્મ આપ્યો ત્યારે કદાચ મારા દૂધને બદલે બકરીનું દૂધ પીવડાવ્યું હતું માટે મારા ઘરે આવો ડરપોક બકરો પાક્યો. એના જન્મ બાદ માતાજી ના ભક્તો જેને આપ લોકો છકકા કહો છો તે પણ આ નપુંસક ને ઓળખી ન શક્યા, આવું સાહસ ભર્યું કામ આનાથી નહીં થાય.
માતાના આવા કપરા વચનો સાંભળી વરુણની આંખો માંથી આંસુઓની ધારા છૂટી પોતાને પરાક્રમી સમજવા વાળો વરુણ આજે પરાક્રમ કર્યું છતાં પણ કિનકર્તવ્યવિમૂઢ (કિંક+કર્તવ્ય+વિમૂઢ = કશું બોલી ચાલી ન શકે તેવો) થઈ ગયો. અકળાઈને ભય ના આંસુઓને તેને પોતાની અંદરની આગનાં ઉછળતા લાવા ને રૌદ્ર રૂપે શરીર થી અલગ કરતાં ઉંચા અવાજે સિંહ ગર્જના કરતાં બોલ્યો. “માતા તારા પેટે કાયર ન પાકે હું વરુણ પ્રતિજ્ઞા કરું છું કે મારા જીવનમાં હવે કંઈપણ ઘટના ઘટે તેનો જવાબદાર હું પોતે છું, મારી માતાએ સાવજ પેદા કર્યો તો હું મારા જીવનના અંતિમ શ્વાસ સુધી સાવજ ની જેમ જીવીશ અને કોઈપણ સ્થિતિ માં હું સત્યના પક્ષમાં રહીશ.
ઇન્સ્પેકટર સાહેબ એક વિનંતી છે આપને આપ જ્યાં કહેશો જ્યારે કહેશો હું કોર્ટમાં આવીશ માત્ર આપ મારી માતા અને પિતાને રક્ષણ આપજો અને મારી પરીક્ષા પુરી થઈ જવા દેજો.”
----XXX----
અહીં બીજી તરફ જયુ વરુણ અને વિક્રમના ગયા બાદ વરુણ ની ચિંતા
કરતો હતો અને તેના માતા-પિતા નું આગમન થયું. વરુણ
સાથે ઘટેલી ઘટના જયુએ તેના પિતા ને કહી તેના પિતા
બોલ્યા “બેટા જો કોઈ વ્યક્તિ બીજાના સારા માટે પોતાને દાવ પાર લગાવે તો
દુનિયા તેને મૂર્ખ સમજે છે પરંતુ આવા લોકો પૂજનીય છે, મને પણ ગર્વ છે કે મારા દીકરાનો દોસ્ત વરુણ છે, બેટા ગમેતે થાય
પરંતુ આવા મિત્રને ક્યારેય દૂર ન થવા
દેતો.જયુના પિતાની વાત સાંભળી જયું એક સંસ્કૃત શ્લોક બબડયો
अश्वं नैव गजं नैव,
व्याघ्रं नैव च नैव च
अजापुत्रं बलिं
दद्यात देवो दुर्बलघातकः
અર્થ: ઘોડો નહીં, હાથી નહીં, વાઘ તો ક્યારેય નહીં ઘેટાં-બકરાની બલી ચડે, દેવતાઓ પણ દુર્બળ પર ઘાત કરે.
જયુના મતે પેલા ગુંડાઓ સામે જો વરુણ સિંહ બની ને નહીં રહે તો તેની બલી ચડી જશે તેવો હતો. તેને ક્યાં ખબર હતી કે વરુણ તો પોતાને સિંહ સાબિત કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે.
----XXX----
સળગતી આગને હવે હવા મળી હતી, વહેતી હવા હવે પવન
બનવા તૈયાર હતી,એકાંત હવે અભય હતો, આજ બંને મિત્રોના
ભવિષ્યનો વળાંક હતો,જયુને અટકાવતા વરુણ બોલ્યો “ તારા શ્લોક થી કંટાળી ગયો છું હવે તું મારા શ્લોક સાંભળ.”
वनेऽपि सिंहा मृगमांसभक्ष्या बुभुक्षिता नैव तृणं चरन्ति |
एवं कुलीना व्यसनाभिभूता न नीतिमार्गं परिलङ्घयन्ति ||
અર્થ: વનમાં સિંહ હરણનો શિકાર કરે છે, ગમે તેટલો ભૂખ્યો
હોય તો પણ ઘાસ ખાતો નથી તેવીજ
રીતે કુળવાન વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીઓ માં પણ નીતિનો માર્ગ ઓળંગતા નથી.- કાલી ગઠિયા વિરુદ્ધ વરુણ નો પ્રહાર કેવો હશે?
- શુ બીજા માટે લડાતું યુદ્ધ વ્યક્તિગત બની જશે?
વાંચતા રહો ૧૪ વર્ષ અજ્ઞાતવાસ…
થોડા સમય માં ગુજરાતી સાથે હિંદી, મરાઠી અને અંગ્રેજી માં પણ online ઉપલબ્ધ થશે...
No comments:
Post a Comment